યુવતીએ યુવકનો નંબર બ્લોક કરતા ટાવર પર ચઢી ગયો

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

ભીલવાડા, રાજસ્થાનમાં ફરી એકવાર પાગલ પ્રેમીનો હાઈવોલ્ટેજ ડ્રામા સામે આવ્યો છે. તાજેતરનો મામલો ભીલવાડા જિલ્લામાં સામે આવ્યો છે. અહીં એકતરફી પ્રેમમાં પાગલ બનેલા પ્રેમીએ એવું કામ કર્યું કે, લગભગ એક કલાક સુધી પોલીસ અને પ્રશાસનના શ્વાસ રોકાઈ ગયા હતા. આ પાગલ પ્રેમીથી પરેશાન યુવતીએ તેનો નંબર બ્લોક કરી દેતા તે મોબાઈલ ટાવર પર ચઢી ગયો હતો. બાદમાં તે લગભગ એક કલાક સુધી હાઈવોલ્ટેજ ડ્રામા કરતો રહ્યો હતો.

આ બાદ, પોલીસ પ્રશાસન તેને નીચે લાવવામાં સફળ થયું અને બાદમાં શાંતિ ભંગ કરવાના આરોપમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, આ મામલો ભીલવાડા જિલ્લાના બદનૌર શહેરનો છે. બદનૌરનો રહેવાસી પ્રકાશ પ્રજાપત એક યુવતી સાથે એકતરફી પ્રેમમાં હતો. તે યુવતીને વારંવાર ફોન કરીને હેરાન કરતો હતો. તેનાથી પરેશાન યુવતીએ તેનો નંબર બ્લોક કરી દીધો હતો. આનાથી તે ગુસ્સે થઈ તે મોબાઈલ ટાવર પર ચઢી ગયો હતો અને યુવતી સાથે વાત કરવાની જીદ કરવા લાગ્યો હતો.

ધીરે ધીરે આ વાત આખા વિસ્તારમાં ફેલાઈ ગઈ અને વિસ્તારના લોકો ટાવર નીચે આવીને તેને નીચે ઉતારવા પ્રયાસો કરી રહ્યા હતા. લોકોએ તેને નીચે ઉતરવાનું કહ્યું, પરંતુ તે માન્યો નહીં અને ટાવર પર ચઢતો રહ્યો. જ્યારે પોલીસને આ અંગેની માહિતી મળી તો તે એક્શનમાં આવી ગઈ અને આ બાદ, પોલીસે સ્થળ પર પહોંચીને યુવકને નીચે ઉતરવાનું કહ્યું, પરંતુ તે હજુ પણ રાજી ન થયો. બાદમાં વહીવટી અધિકારી તહેસીલદાર રામજીલાલ જાટવ, વિકાસ અધિકારી બિહારીલાલ શર્મા અને સરપંચ નરેન્દ્રસિંહ રાઠોડ પણ ત્યાં પહોંચી ગયા હતા અને યુવકને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમ છતાં યુવક સંમત ન થયો.

તેણે માંગણી કરી કે, પહેલા છોકરી સાથે વાત કરાવો, પછી તે નીચે આવશે. લગભગ એક કલાક સુધી ફોન પર તેને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ યુવકે ફોન પર યુવતીને સામે લાવવાની માંગણી કરી હતી. આ પછી ગામના કેટલાક લોકો યુવતીના ઘરે ગયા અને યુવક સાથે વીડિયો કોલ પર વાત કરી. જે બાદ યુવક નીચે ઉતર્યો હતો. યુવક નીચે ઉતરતાની સાથે જ પોલીસે શાંતિ ભંગ કરવાના આરોપમાં તેની ધરપકડ કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.