બટાકાની કિંમતને લઈને ગ્રાહકે ચલાવી દુકાનદાર પર ગોળી, આરોપી ભાગવામાં નિષ્ફળ જતા લોકોએ ચખાડ્યો મેથીપાક
યુપીનાં આગ્રામાં બટાકાની કિંમતને લઈને ઝઘડાની ઘટના સામે આવી છે. જો કે, આ ઝઘડાએ ઉગ્રસ્વરૂપ ધારણા કરતા એક યુવકે શાકબાજીનાં વેપારીને બંદુકને ગોળી મારી દીધી હતી. પોલીસે જાણકારી આપતા કહ્યું કે ગોળી પીડિતનાં કાનને સ્પર્શ કરીને નીકળી છે. દુકાનદારને ગોળી માર્યા બાદ હુમલાખોર ઘટનાસ્થળેથી ભાગી જવાના પ્રયાસમાં તેને એક વ્યક્તિએ પકડી લીધો હતો. રીપોર્ટસ અનુસાર દુકાનદારોએ પકડેલા યુવકની મેથી પાક ચખાડ્યો અને ત્યારબાદ પોલીસ હવાલે કર્યો હતો. ત્યારબાદ આરોપી અને દુકાનદાર બંને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ફરાર થયેલા હુમલાખોરોની તપાસ જારી
પોલીસે જણાવ્યું કે ઘટના ટ્રાંસયમુના પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા વિકાસ નગરની શાકભાજી માર્કેટમાં ઘટી હતી. ઘટના વિશે વિસ્તારથી બતાવતા પોલીસે કહ્યું કે પીડિતની ઓળખાણ શીવ કુમાર રીતે થઇ છે. તેમને કહ્યું કે દુકાનદારોએ ઘટનાસ્થળેથી ભાગે રહેલા આરોપીઓમાંથી એક પકડી પાડ્યો હતો અને જોરદાર મેથીપાક ચખાડ્યો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી આરોપીને લોકોની મારથી છોડાવ્યો અને વેપારીની સાથે આ આરોપીને પણ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો.
પોલીસે વધુમાં જણાવ્યું કે પકડાયેલા આરોપીને ઓળખાણ શાહજાદ રીતે થઇ છે અને તે ઇસ્લામનગરનો રહેવાસી છે. આપને જણાવી દઈએ કે શાહજાદ બપોરનાં સમયે શિવકુમારની દુકાને બટાકા લેવા માટે આવ્યો હતો અને બંને વચ્ચે કિંમતને લઈને બોલાચાલી થઇ હતી અને બાદમાં આ ઝઘડાએ ઉગ્રરૂપ ધારણ કર્યું હતું. જેથી શાહજાદે શીવકુમારને ગોળી મારી હતી. પોલીસનાં જણાવ્યા અનુસાર શાહજાદ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.