દેશમાં 24 કલાકમાં 53016 દર્દીઓ વધ્યા, અત્યાર સુધીમાં 22.67 લાખ કેસ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

નવી દિલ્હી. જાણીતા શાયર રાહત ઈન્દોરીનો કોરોનાવાઈરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઈન્દોરમાં તેમને મોડી રાતે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રાહત ઈન્દોરીના પુત્ર સતલજે આ અંગેની માહિતી આપી છે. પછીથી આ અંગે રાહત ઈન્દોરીએ પણ ટ્વિટ કર્યું છે.

બીજી તરફ પુડુચેરીના બે કેબિનેટ મંત્રી કંડાસામી અને કમલકન્નનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મુખ્યમંત્રી વી.નારાયણસામીએ કહ્યું હું તેમના સંપર્કમાં આવેલા લોકોને કોરોના ટેસ્ટ કરાવવાની અપીલ કરું છું.

દેશમાં કોરોનાના દર્દીઓનો આંકડો 22 લાખ 67 હજાર 153 થયો છે. રાહતની વાત એ છે કે તેમાંથી 15 લાખ 81 હજાર 640 લોકો સાજા થયા છે. 24 કલાકમાં 53 હજારથી વધુ દર્દીઓ વધ્યા છે. તમિલનાડુમાં સંક્રમિતોનો આંકડો 3 લાખને વટાવી ગયો છે. સોમવારે 5 હજાર 914 દર્દીઓ વધ્યા છે. આ આંકડો covid19indiaના મુજબનો છે.

1.મધ્યપ્રદેશ
રાજ્યમાં સોમવારે 19 દર્દીઓના મોત થયા છે. મોતનો આંકડો 1015 પર પહોંચી ગયો છે. તેમાં ઈન્દોર-ભોપાલમાં 564 લોકોના મોત થયા છે. સારી વાત એ છે કે 52 જિલ્લાઓમાંથી છ જિલ્લા ડિંડોરી, નિવાડી, અનૂપપુર, શહડોલ, પન્ના અને બાલાઘાટમાં એક પણ મોત થયા નથી. હાલ કુલ કેસ લગભગ 40 હજારની નજીક પહોંચી ગયા છે. તેમાંથી પ્રથમ દસ હજાર કેસ 75 દિવસમાં મળ્યાં હતા, જોકે છેલ્લા 10 હજાર માત્ર 12 દિવસમાં આવ્યા છે. રાજ્યમાં કોરોનાની તપાસ ઝડપથી થઈ રહી હોવાના પગલે કેસની સંખ્યા વધી રહી છે. જો આ જ ગતિ ચાલુ રહી તો 22 ઓગસ્ટ સુધીમાં કુલ કેસ 50 હજારનો આંકડો વટાવી શકે છે.

2.રાજસ્થાન
રાજ્યમાં સોમવારે સૌથી વધુ 1173 સંક્રમિતો મળ્યા છે. તેની સાથે જ કુલ સંક્રમિતોની સંખ્યા 53 હજાર 670 થઈ ગઈ છે. કોટાએ અત્યાર સુધીનો તેનો રેકોર્ડ તોડ્યો અને એક દિવસમાં સૌથી વધુ 264 સંક્રમિતો મળ્યા. ડુંગરપુરમાં 3, બાડમેર, જોધપુર અને કોટામાં 2-2, રાજસમંદ અને પાલીમાં 1-1 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. ભીલવાડા રાજ્યનો 15મો જિલ્લો બની ગયો, જેમાં દર્દીઓની સંખ્યા 1000થી વધુ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 39060 લોકો સાજા થઈ ચૂક્યા છે.

3.બિહાર
રાજ્યમાં સતત કોરોનાના દર્દીઓ વધી રહ્યાં છે. સાથે જ 14 જિલ્લા પૂરથી અસરગ્રસ્ત છે. સોમવારે આ પડકારોની વચ્ચે વૈશાલી પ્રશાસને સોમવારે રાધોપુરમાં હોડીમાં એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી છે. આ હોડીમાં તૈયાર કરવામાં આવેલી એમ્બ્યુલન્સમાં પીપીઈ કિટમાં તપાસ દળની સાથે એક ડોક્ટર, એક આસિસ્ટન્ટ સિવાય મેડિકલ ટીમ રહેશે. તેમાં સ્ટ્રેચર, બેડ, ઓક્સિજન સિલિન્ડર, દવા, સ્લાઈનની સુવિધા છે.

4.મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાક દરમિયાન 9181 નવા કેસ પ્રકાશમાં આવ્યા છે. સંક્રમિતોની સંખ્યા 5,24,513 થઈ છે. રાહતની વાત એ છે કે સોમવારે 6711 લોકો સાજા થયા છે. તેની સાથે જ સાજા થનારા દર્દીઓનો આંકડો વધીને 3,58,421 થઈ ગયો છે. છેલ્લા 24 કલાકમાં બીજા 293 લોકોના મોત થવાના કારણે મૃત્યુ પામનારા લોકોની સંખ્યા વધીને 18050 થઈ છે.

5.ઉતરપ્રદેશ
રાજ્યમાં કોરોના સંક્રમિતોનો આંકડો 1 લાખ 26 હજાર 722 થયો છે. સોમવારે 24 કલાકની અંદર 4 હજાર 197 દર્દીઓ વધ્યા છે, જ્યારે 51 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. સૌથી વધુ 9 મોત કાનપુરમાં થયા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.