દેશમાં હવે ઇન્ટ્રાનેસલ રસી આપવાની કરાઈ રહી છે તૈયારી, જાણો શું કહ્યું ડો. હર્ષવર્ધને આપી આ માહિતી

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

ભારતમાં વેક્સિનનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે અને હવે ઇન્ટ્રાનેસલ રસીની તપાસ પણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. સરકાર દ્વારા આ માહિતી આપવામાં આવી છે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો.હર્ષ વર્ધને કહ્યું કે રેગ્યુલેટરી મંજૂરી મળ્યા પછી ટૂંક સમયમાં સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા અને ભારત બાયોટેક નાક દ્વારા આપવામાં આવતી રસીનું ટ્રાયલ શરૂ કરશે. હાલમાં, ભારતમાં નેઝલ રસી અંગે કોઈ ટ્રાયલ ચાલી રહી નથી.

શું કહ્યુ ડૉ.હર્ષવર્ધને

નેઝલ કોરોના વાયરસને લઈને ભારત બાયોટેકે વોશિંગ્ટન યૂનિવર્સિટી અને સેંટ લુઈસ યુનિવર્સિટીની સાથે એક સમજૂતી કરી છે. ડોક્ટર હર્ષવર્ધને કહ્યુ, ભારત બાયોટેકે વોશિંગ્ટન વિશ્વવિદ્યાલયનાં સ્કૂલ ઓફ મેડિસિનની સાથે એક સમજૂતી કરી છે. જે હેઠળ કંપની Sars-Cov-2 માટે ઈંટ્રાનેજળ રસીના ટ્રાયલ, ઉત્પાદન અને વેપાર કરશે. ડો.હર્ષવર્ધનએ કહ્યુ કે સીરમ ઇન્સ્ટિટ્યૂટ અને ભારત બાયોટેક ટૂંક સમયમાં ભારતમાં તેમના નેઝલ કોરોના વાયરસ રસીના લેટ સ્ટેજ ટ્રાયલ શરૂ કરશે, જેમાં 30,000 થી 40,000 વોલેન્ટિયરનો સમાવેશ થશે. WHO મુજબ, દુનિયાભરમાં રસી પોતાના ત્રીજા તબક્કામાં છે અને તે દરેક રસી ઈંજેક્શનવાળી છે.

આ રસીને પણ મળી છે મંજૂરી

જણાવી દઈએ કે, ભારતના ડોક્ટર, રેડ્ડીઝ લેબ અને રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ (RDIF) ને પણ ભારતમાં Sputnik Vની રસીના લેટ સ્ટેજ ક્લિનિકલ ટ્રાયલ્સ કરવાની મંજૂરી આપવામાં આવી છે. અગાઉ DGCIએ મંજૂરી આપવાનો ઇનકાર કરતાં કહ્યું હતું કે રશિયામાં આ રસીના પ્રથમ અને બીજા તબક્કાઓ બહુ ઓછા લોકો પર ટ્રાયલ કરવામાં આવ્યા છે. સરકારે થોડા દિવસો પહેલાં કહ્યુ હતુકે, ભારતમાં થોડા મહીનાઓમાં જ કોરોના વાયરસની રસી આવવાની આશા છે. અને આગામી 6 મહીનામાં લોકોને રસી આપવાની પ્રક્રિયા શરૂ થઈ જશે. તો WHOનું કહેવું છેકે, સ્વસ્થ્ય યુવાઓને કોરોના વાયરસની રસી માટે 2022 સુધી રાહ જોવી પડી શકે છે. કારણકે સૌથી પહેલાં હેલ્થ વર્કર્સ અને વધારે રિસ્કવાળા લોકોને પ્રાથમિકતા આપવામાં આવશે.

આ લોકોને પહેલાં મળશે રસી

WHOની મુખ્ય વૈજ્ઞાનિક ડોક્ટર સૌમ્યા સ્વામીનાથને કહ્યું કે, સ્વસ્થ યુવાઓને Covid-19ની રસી માટે લાંબા સમય સુધી રાહ જોવી પડી શકે છે. તેમણે કહ્યુ, વધારે લોકોની તેની ઉપર સહમતિ છે. અને સૌથી પહેલાં રસી હેલ્થ વર્કર્સ અને ફ્રંટ લાઈન વર્કર્સને આપવામાં આવશે પરંતુ અહીંયા પણ તે જોવાની જરૂર છેકે, કોરોનાનો સૌથી વધારે ખતરો ક્યાં લોકોમાં છે અને પછી તે બાદ વૃદ્ધોનો વારો આવે છે.

ક્યાં સુધીમાં આવશે રસી?

કોરાનાની કારગર રસી ક્યાં સુધીમાં આવશે અને તેને મંજૂરી મળ્યા બાદ કયાં લોકોને પ્રાથમિકતા આપવામાં આવશે તે અંગે પૂછતા સૌમ્યા સ્વામીનાથને કહ્યુ, 2021 સુધીમાં ઓછામાં ઓછી એક પ્રભાવી રસી આવી જશે પરંચુ તે સિમીત માત્રામાં ઉપલબ્ધ થશે અને તે અસંવેદનશીલ લોકોને પહેલાં આપવામાં આવશે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનાં કોવેક્સ ગઠજોડમાં સામેલ થયાનાં થોડા દિવસો બાદ ચીને પોતાની કોરોના વાયરસ રસીને ઈમરજન્સી ઉપયોગ માટે બે-ત્રણ શહેરોમાં ઉપયોગ માટે મંજૂરી આપી દીધી હતી. આ ત્રણેય શહેર પૂર્વ ચીનનાં ઝેજીયાંગ પ્રાંતનાં છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.