મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ પૂજારીઓને માનદ વેતન આપવાની વાત કરી
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે વચન પાળ્યું છે.જે અંગે તેમણે એપ્રિલ 2023મા કહ્યું હતું કે મંદિરોની ગતિવિધિઓ પર સરકારનું કોઈ નિયંત્રણ રહેશે નહીં.આ સિવાય તેમણે કહ્યુ હતુ કે પૂજારીઓ મંદિરની જમીનોની હરાજી કરી શકશે.આ સાથે તેમણે ખાનગી મંદિરોના પૂજારીઓને સન્માનજનક માનદ વેતન આપવાની વાત કરી હતી.જેમાં એક મહિના બાદ સરકારે આ તમામ નિર્ણયોને મંજૂરી આપી છે.આ સિવાય 10 એકર સુધીની કૃષિ વિસ્તારવાળી જમીન પરની આવક પુજારીઓને આપવામાં આવશે.જ્યારે બાકીની જમીનની ખેતી માટે હરાજી કરવામાં આવશે અને તેમાંથી મળનારી રકમ મંદિરના બેંક ખાતામાં જમા કરવામાં આવશે.આ સિવાય જે મંદિરો કે પૂજારીઓ પાસે ખેતીલાયક જમીન નથી તેમને માસિક રૂ.5,000નું ભથ્થું આપવામાં આવી રહ્યું છે.જે મંદિરો કે પૂજારીઓ પાસે 5 એકર ખેતીની જમીન છે તેમને પણ દર મહિને રૂ.2.5 રૂપિયા મળશે.