હૃદય બંધ થતાં પહેલાં શરીર આપે છે પાંચ સંકેત

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

નવી દિલ્હી, એક કમજોર હૃદયમાં પર્યાપ્ત માત્રામાં રક્તસંચાર કરવાની ક્ષમતા નથી હોતી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર, વિશ્વમાં પ્રતિ વર્ષ ૧ કરો ૭૯ લાખ લોકોના મોત હૃદયની બીમારીઓના કારણે થાય છે. આ જીવલેણ બીમારીઓનું જોખમ દરેક ઉંમર અને જેન્ડરના લોકોને રહેલું છે. તેનાથી બચવા માત્ર એક જ ઉપાય છે હૃદયના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.

કોરોનરી હૃદય રોગ, હાઇ બ્લડપ્રેશર અથવા ડાયાબિટીસ જેવી અલગ અલગ સ્વાસ્થ્ય સ્થિતિોના કારણે પણ તમારાં હૃદયની ક્ષમતા ખતમ થઇ શકે છે. જ્યારે હૃદય કમજોર હોય છો તો તે લોહીને ઝડપથી પંપ કરવાની કોશિશ કરે છે. ઓવર વર્કના કારણે હાર્ટ ફેલનું જોખમ ઓર વધી જાય છે. એક દિવસ એવી સ્થિતિ આવી જાય છે જ્યારે તમારું હૃદય કામ કરતું જ બંધ થઇ જાય છે.

સમય પર ઉપચારની સાથે તેને અટકાવી શકાય છે, પરંતુ આ પહેલાં જરૂરી છે કમજોર હૃદયના શરૂઆતી લક્ષણોને સમજવા. જર્નલ ઓફ ધ અમેરિકન હાર્ટ એસોસિએશન અનુસાર, ઘણીવાર માત્ર તણાવ કે અન્ય કારણોસર માથાનો દુઃખાવો થાય છે. પરંતુ જો તમને સતત માઇગ્રેનની ફરિયાદ રહે છે તો સમજી જાવ કે તમારાં હૃદયને કોઇ તકલીફ છે.

તેથી જ માઇગ્રેનની સમસ્યાને સમજો અને હાર્ટના સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે એક્સરસાઇઝ અને ખાન-પાન પર વિશેષ ધ્યાન આપો. જો તમારું હૃદય સ્વસ્થ નથી તો શરીરના ભાગમાં લોહીના માધ્યમથી ઓક્સિજન પહોંચાડવાના કામમાં હૃદયને સંઘર્ષ કરવો પડે છે. જેના કારણે શરીરમાં સતત થાક રહે છે. થાક અન્ય કારણોસર પણ થઇ શકે છે, પરંતુ તેને પણ નજરઅંદાજ નાકરો. થાક તમારાં હૃદય કમજોર હોવાની નિશાનીનો સંકેત છે કે નહીં તે નિશ્ચિત કરવા માટે ડોક્ટરની સલાહ લો. પગમાં સોજા થવાના અન્ય કારણો પણ હોઇ શકે છે, જેમ કે ગર્ભાવસ્થા, વેરિકાસ નસો (સોજાયેલી નસો જે ત્વચાના અંદરના ભાગે સ્પષ્ટ જોઇ શકાય છે) અથવા બેઠાડું જીવન.

પરંતુ જો તમારાં પગમાં સતત સોજા રહેતા હોય તો હૃદય સાથે સંબંધિત અન્ય લક્ષણો જેમ કે થાકની સાથે પણ જોવા મળે છે. તમારી જાંઘ અને પગની માસપેશીઓમાં ઉંચાઇ પર ચઢવા, ચાલવા અથવા હલન-ચલન પર દર્દ અથવા ખેંચાણનો અહેસાસ થાય છે, જે આરામથી બેસવા પર ઠીક થઇ જાય છે તો સાવધાન થઇ જાવ. જો કે, આ દર્દ ઉંમર અથવા વ્યાયામની ઉણપના કારણે પણ થઇ શકે છે, પરંતુ હૃદયની નસોમાં ફેટ જમા થવાના સંકેત હોઇ શકે છે. જેને પીએડી પણ કહેવામાં આવે છે.

આ રોગ હૃદય સંબંધિત બીમારીઓના જોખમને વધારવાનું કામ કરે છે, તેથી લક્ષણો પારખીને ડોક્ટરની સલાહ લો. વારંવાર શ્વાસ ફૂલાઇ જવા અથવા શ્વાસ લેવામાં પરેશાની સામાન્ય રીતે ફિઝિકલ એક્ટિવિટીનું કારણ હોય છે, પરંતુ જો તમને શ્વાસ લેવામાં પરેશાની થતી સાવ સામાન્ય કામ કર્યા બાદ પણ થઇ રહે છે તો તેની પાછળ અસ્થમા, એનિમિયા, ઇન્ફેક્શન અથવા હૃદયના ઓવરવર્ક જેવા કારણો પણ હોઇ શકે છે. તેથી જ સમયસર ડોક્ટરની સલાહ લેવી અનિવાર્ય છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.