બિહારમાં ભાજપના મિશન પર જોરદાર ઝાટકો, ખરા ટાંણે જ આ દિગ્ગજ નેતા કોરોનામાં સપડાયા..

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના પૂર્વ સીએમ (Maharashtra) અને બીજેપીના (BJP) બિહાર ચૂંટણી (Bihar Election) પ્રભારી દેવેન્દ્ર ફડનવીસનો (Devendra Fadnavis) કોરોના રિપોર્ટ પોઝિટિવ (Corona Report) આવતા ભાજપને જોરદાર ફટકો પડ્યો છે. કોરોના પોઝિટીવ હોવાની જાણકારી દેવેન્દ્ર ફડણવીસે પોતે જ આપી હતી. બિહાર ચૂંટણી પ્રચારમાં લાગેલી ભારતીય જનતા પાર્ટી (BJP)ને મોટો ઝટકો લાગ્યો છે. બિહાર ભાજપ (Bihar BJP) ના ચૂંટણી પ્રભારી અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadanvis) પણ કોરોના સંક્રમિત થયા છે.

આ પહેલા રાજ્યના નાયબ મુખ્યપ્રધાન, પાર્ટી પ્રવક્તા શાહનવાઝ હુસૈન અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રાજીવ પ્રતાર રુડ્ડી સંક્રમિત થઈ ચુક્યા છે. દેવેન્દ્ર ફડણવીસે ટ્વિટર પર પોતે સંક્રમિત થવાની જાણકારી આપી છે. તેમણે લખ્યુ- લૉકડાઉન બાદ તેઓ સતત કામ કરી રહ્યાં હતા, પરંતુ લગભગ આ ભગવાનની ઈચ્છા હતી કે તેઓ આરામ કરે. હું કોરોના પોઝિટિવ આવ્યો છું અને હું આઇસોલેટ થઈ ગયો છું. હું ડોક્ટરોની સલાહ પર જરૂરી દવાઓ અને સારવાર લઈ રહ્યો છું. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ફડણવીસે સલાહ આપી છે કે જે વ્યક્તિ છેલ્લા થોડા દિવસમાં સંપર્કમાં રહ્યા છે. તે બધા કોવિડ-19નો ટેસ્ટ કરાવી લે.

બિહારમાં ટોચના નેતાઓ જ કોરોના પોઝિટિવ આવતા ભાજપને જોરદાર ફટકો પડ્યો છે. દેવેન્દ્ર ફડણવીસ બિહારના ચૂંટણી પ્રભારી છે, તો સુશીલ મોદી બિહાર ભાજપનો મોટો ચહેરો છે. શાહનવાઝ હુસૈન અને રાજીવ પ્રતાપ રૂડી જેવા નેતાઓ પણ બિહારમાં સારી એવી પકડ ધરાવે છે. આમ ખરા ટાણેં જ તેઓ કોરોના સંક્રમિત થતા ભાજપના મિશન બિહારને ઝાટકો લાગ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.