મહિલાઓના પગ જોઈ તેમની સુંદરતા નક્કી થતી, વર્ષો પહેલા આ રીત થતી હતી હરીફાઈ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

નવી દિલ્હી, મહિલાઓને હંમેશા સમાજ એક વસ્તુ તરીકે જોતો આવ્યો છે. તેમને શું પહેરવું જોઈએ, શરીર કેટલું ઢાંકી રાખવું જોઈએ, કયારે મોં ઢાંકવું જોઈએ, કયારે નહીં, આ બધું પુરુષ પ્રધાન સમાજની દેન છે. લોકોના મનમાં એવી ભાવના બેસી ગઈ છે કે, ગોરી મહિલા જ સુંદર હોય છે, આ જ કારણે કેટલીય ક્રીમના પ્રચારમાં પણ ગોરા કરવા માટે કહેવામાં આવે છે. મિસ વર્લ્ડ, મિસ યૂનિવર્સ જેવી કંપ્ટીશનમાં પણ મહિલાઓની સુંદરતા તેના આધાર પર કરવામાં આવે છે.

પણ શું આપ જાણો છો કે, જૂના જમાનામાં મહિલાઓના ચહેરાની સુંદરતા તો છોડો, લોકો મહિલાઓના પગની સુંદરતા પર ખૂબ ધ્યાન આપતા હતા. આજે અમે આપને એક અજીબોગરીબ કોમ્પીટીશન વિે વાત કરવા જઈ રહ્યા છે, જે વર્ષો પહેલા થતી હતી અને તેમાં મહિલાઓના પગ જોવામાં આવતા હતા. સોશિયલ મીડિયા પર મોટા ભાગે અમુક બ્લેક એન્ડ વ્હાઈટ તસવીરો વાયરલ થતી રહે છે. જેમાં અમુક પુરુષ મહિલાઓના પગ જોઈને તેમને પોઈન્ટ આપતા હોય છે. હાલમાં જ ટ્વિટ અકાઉન્ટ@info_taleપર આવી જ તસ્વીરો પોસ્ટ કરવામાં આવી હતી, જેમાં મહિલાઓના પગને જોઈને એક સૂટ-બૂટ પહેરેલ વ્યક્તિ તેને પોઈન્ટ આપી રહ્યો છે.

નવાઈની વાત એ છે કે, આ તસ્વીરમાં મહિલાઓના ચહેરાઓને છુપાવી રાખ્યા છે, ફક્ત તેમના પગ દેખાઈ રહ્યા છે. અકાઉન્ટ પરથી દાવો કર્યો છે કે, આ ફોટો ૧૯૫૦માં ફ્રાન્સમાં પૈરિસમાં ચાલી રહેલા સૌથી સુંદર પગની કોમ્પીટીશન કરી છે. નિશ્ચિતપણે આ તસ્વીર ચોંકાવનારી છે, પણ આવી અનેકો તસ્વીરો આપને જોવા મળી જશે. ડેલી મેલ ન્યૂઝ વેબસાઈટની વર્ષ ૨૦૧૫ના એક રિપોર્ટ અનુાર, જૂના જમાનામાં ઈંગ્લેન્ડ અને યૂરોપના કેટલાય અન્ય દેશોમાં, સૌથી સુંદર પગની કમ્પીટીશન થતી હતી,

જે મહિલાઓ માટે આયોજીત કરવામાં આવતી હતી. આ કમ્પીટીનશમાં મહિલાઓના પગ, ખાસ કરીને તેમના ટાંગાને જોઈને તેમને માર્ક્સ આપવામાં આવતા હતા, બાદમાં સૌથી વધારે માર્ક્સ પ્રાપ્ત કરનારી મહિલા વિજેતા બનતી હતી. રિપોર્ટ અનુસાર, ઈંગ્લેન્ડમાં કમ્પીટીશન ખૂબ જ મોટા સ્તર પર થતી હતી. ૧૯૩૦ દરમ્યાન આ કમ્પીટીશનનો ફોટો પણ વાયરલ થતો રહે છે. મહિલાને પડદા પાછળ ઊભી રાખવામાં આવતી હતી.

જેનાથી તેમનો ચહેરો અને શરીર છુપાઈ રહે. બાદમાં તેમના પગ ખાસ કરીને ઘૂંટણ બહાર રાખવામાં આવતો હતો. ત્યારે હરીફાઈના જજ, જે ખાસ કરીને પોલીસકર્મી હતા, જે પગ જોઈને પોઈન્ટ આપે છે. ૧૯૪૦ સુધી આ કંપ્ટીશન ચાલી રહી હતી બાદમાં પડદો હટાવી દેવામાં આવ્યો અને મહિલાઓના શરીરની સાથે સાથે તેમના વ્યક્તિત્વ પર પણ પોઈન્ટ આપવામાં આવ્યા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.