કેનેડાની ટિકિટ બૂક કરવાનું કહી એજન્ટે અમદાવાદના બેન્ક મેનેજરને છેતર્યા

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

અમદાવાદ, અત્યારે વિદેશ જવાનો ટ્રેન્ડ જેટલો વધી ગયો છે એટલા જ ઠગ એજન્ટો એક્ટિવ થઈ ગયા છે. વિદેશ જવાના સપના જોતા લોકોના સપનાનો ખોટો ફાયદો ઉઠાવી લોકો સાથે ઠગાઈ કરતા શખસોની ગેંગ અત્યારે સક્રિય છે. તેવામાં નારણપુરાના એક પરિવાર સાથે આવી જ એક છેતરપિંડીની ઘટના બની છે. જેમાં એક બેક્ન મેનેજરે પોતાના સમગ્ર પરિવાર અને મિત્રો સાથે કેનેડા ફરવા જવા માટેની તૈયારીઓ કરી હતી.

આ દરમિયાન તેમણે એક એજન્ટનો સંપર્ક સાધ્યો અને તેને ૮ ટિકિટ બુક કરવા જણાવ્યું હતું. જેની કિંમત ૧૦ લાખ રૂપિયાથી વધુની હતી. તેવામાં એજન્ટે ખોટાPNRનંબરના ફોટોમોકલી એવી ગેમ રમી કે બેક્ન બેનેજરને જ લાખો રૂપિયાનો ચૂનો ચોપડી દીધો હતો. નારણપુરામાં રહેતાHDFCબેક્નમાં ડેપ્યૂટી રિજનલ બ્રાન્ચ ઓપરેશન મેનેજર સાથે કેનેડાની ટિકિટના નામે લાખો રૂપિયાની ઠગાઈ થઈ ગઈ છે. બેન્ક મેનેજરનું નામ અશોક પટેલે છે જેઓ મીઠાખળી બ્રાન્ચમાં કાર્યરત છે. તેવામાં ગ્રેસિયસ હોલિ-ડે નામના ટૂર ઓપરેટ અને ટિકિટ બૂકિંગનું કામ કરતા જીમી પારેખ દ્વારા મોટુ કૌભાંડ આચરાયું હોવાની વિગતો મળી રહી છે. ગ્રેસિયસ હોલિ-ડેનો સંપર્ક કરી બેક્ન મેનેજર અશોક પટેલે પોતાના પરિવાર અને મિત્રો સાથે કેનેડાની ટ્રિપની ટિકિટો બુક કરાવવાનું જણાવ્યું હતું.

આ દરમિયાન બેન્ક મેનેજર અશોક પટેલે, નિરલ ઉર્ફે જીમી પારેખ સાથે ટિકિટનો રેટ કેટલો રહેશે એ મુદ્દે ભાવ ફિક્સ કર્યો હતો. નોંધનીય છે કે સૌથી પહેલા અશોકભાઈ પટેલ માત્ર તેમના પરિવાર સાથે જ કેનેડા ફરવા માટે જવાના હતા. જોકે ત્યારપછી એક ટિકિટના તેમણે ગ્રેસિયસ હોલિ-ડેના નિરલ ઉર્ફે જીમી પારેખ સાથે ડિલ ફિક્સ કરી એક ટિકિટના ૧.૨૫ લાખ રૂપિયા નક્કી કર્યા હતા. આ દરમિયાન તેમણે પત્નીની સાથે કુલ ૨.૫૦ લાખ રૂપિયાની ટિકિટ બુક કરાવી હતી. ત્યારપછી અશોક પટેલે તેમના મિત્રોને કેનેડા હોલિડે પર જવા માટે જણાવ્યું હતું. જોતજોતામાં આ મિત્રો પણ કેનેડા જવા માટે તૈયાર થઈ ગયા હતા.

જેથી કરીને તેમણે ફરીથી જીમી પારેખનો સંપર્ક કર્યો અને કુલ ૮ વ્યક્તિની ટિકિટ બુક કરાવવા જણાવ્યું હતું. અશોક પટેલે ત્યારપછી તેમના મિત્રો અને પરિવાર સહિત કુલ ૮ ટિકિટ બુક કરાવી હતી. જેના તેમણે ૧૦.૦૮ લાખ રૂપિયા નિરલ ઉર્ફે જીમી પારેખને ચૂકવ્યા હતા. ગ્રેસિયસ હોલિડે ટૂર ઓપરેટ અને ટિકિટ બૂકિંગ પર વિશ્વાસ રાખીને તેમણે લાખો રૂપિયાની રકમ ચૂકવી હતી. એક દિવસ સામેથી જીમી પારેખનો વ્હોટ્સએપમાં મેસેજ આવ્યો. જેમાં અશોક પટેલને તમામ ટિકિટોનું બુકિંગ થઈ ગયું હોવાનું જણાવ્યું હતું અને તેની કોપી પણ મેસેજમાં મોકલી દીધી હતી. પરંતુ અહીંથી તો ટિકિટ બૂકિંગ કૌભાંડની ગેમ શરૂ થઈ ગઈ હતી.

જીમી પારેખે વ્હોટ્સ એપ પર અશોક પટેલને ચૂનો લગાવવા માટેનું કાવતરુ શરૂ કર્યું હતું. તેણે ટિકિટનાPNRનંબરના ફોટોઝ મોકલી દીધા હતા પરંતુ એકપણ ટિકિટ બુક નહોતી કરાવી. અશોક પટેલે ત્યારપછી ટિકિટ બૂક કરાવી હતી તેને ક્રોસ ચેક કરાવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.