વિદ્યાર્થીઓના આંદોલન વિશે વાત કરતા હસીનાએ કહ્યું, મેં તેમને ક્યારેય રઝાકર નથી કહ્યા
હસીનાએ કહ્યું, “હું સેન્ટ માર્ટિન આઇલેન્ડ અને બંગાળની ખાડીને અમેરિકન નિયંત્રણમાં આપીને મારી ખુરસી બચાવી શકી હોત. હું દેશવાસીઓને કટ્ટરવાદીઓથી ગેરમાર્ગે ન આવવાની અપીલ કરું છું. હું ટૂંક સમયમાં બાંગ્લાદેશ પરત ફરીશ.”
રઝાકર’ ટિપ્પણીઓ પર સ્પષ્ટતા: વિદ્યાર્થીઓના આંદોલન વિશે વાત કરતા હસીનાએ કહ્યું, “મેં તેમને ક્યારેય રઝાકર નથી કહ્યા. દેશમાં અસ્થિરતા લાવવા માટે મારા શબ્દોનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો છે. બાંગ્લાદેશના લોકોની નિર્દોષતાનો લાભ લઈને આ ષડયંત્ર રચવામાં આવ્યું છે.” રાજીનામા બાદ આ પહેલીવાર છે જ્યારે હસીનાએ આ મામલે કોઈ નિવેદન આપ્યું છે.
બાંગ્લાદેશમાં વર્તમાન પરિસ્થિતિ: શેખ હસીનાની વિદાય સાથે, નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા અને ગ્રામીણ બેંકના સ્થાપક મુહમ્મદ યુનુસની આગેવાની હેઠળની વચગાળાની સરકારે સત્તા સંભાળી છે. અલ્પસંખ્યક જૂથો પર હુમલાના અહેવાલો વચ્ચે યુનુસે વિરોધ પ્રદર્શનમાં સામેલ વિદ્યાર્થી નેતાઓને તેમના પ્રયાસોને નબળો ન પડે તે સુનિશ્ચિત કરવા વિનંતી કરી છે.