સિડનીમાં સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ થઈ
ઓસ્ટ્રેલિયામાં ફરી એકવાર મંદિરોમાં તોડફોડ થઇ છે.જેમા વેસ્ટર્ન સિડનીના રોઝહિલ ઉપનગરમાં બાપ્સ સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડની ઘટના બની છે.ત્યારે આજે મંદિર પ્રબંધન પૂજા કરવા પહોંચ્યા ત્યારે તેમણે જોયુ હતું કે મંદિરની દીવાલ તૂટેલી હતી.આ પહેલા પણ ઓસ્ટ્રેલિયામાં ઘણીવાર મંદિરોને નિશાન બનાવવામાં આવ્યા છે.આ વર્ષે જાન્યુઆરીમાં પણ મેલબોર્નના બાપ્સ સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડની ઘટના સામે આવી હતી.12 જાન્યુઆરીએ મેલબોર્નના ઉત્તરીય ઉપનગર,મિલ પાર્કમાં બાપ્સ સ્વામિનારાયણ મંદિરમાં ખાલિસ્તાન સમર્થકો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી.આ સાથે મંદિરની દિવાલો પર વિરોધી નારા પણ લખવામાં આવ્યા હતા.