પહેલીથી સ્વિમિંગ પુલ ખોલાશે, થિયેટર્સના નિયંત્રણો હટાવાયા

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

નવી દિલ્હી : કોરોના વાયરસની મહામારીના કારણે અનેક નિયંત્રણો લાદવામાં આવ્યા હતાં. પરંતુ હવે સ્થિતિ ધીમે ધીમે થાળે પડી રહી છે. કોરોના વેક્સીન પણ ભારતમાં આવી ગઈ હોવાથી સરકારે પણ રાહતનો શ્વાસ લીધો છે. ધીમે ધીમે થાળે પડી રહેલા જનજીવનને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે આજે નવી ગાઈડલાઈન જાહેર કરી દીધી છે. આ ગાઈડલાઈનનું પાલન ૧લી ફેબ્રુઆરીથી ૨૮ ફેબ્રુઆરી સુધી કરવાનું રહેશે.
નવી ગાઈડલાઈનમાં દેશના તમામ સ્વીમિંગપુલને લોકો માટે ખોલી દેવામાં આવ્યા છે. સાથે જ કેન્ટોનમેન્ટ ઝોનમાંથી બહાર જવાની પણ છુટછાટ આપી દેવાઈ છે. સિમેનાઘરોને લઈને અલગથી એસઓપી બહાર પડાશે. લગભગ એક વર્ષ પહેલા શરૂ થયેલી કોરોના મહામારીએ મહિનાઓ સુધી દેશવાસીઓને ઘરમાં જ ગોંધી રહેવા મજબુર બનાવી દીધા હતાં. અનેક મહિનાઓ સુધી અનેક તબક્કાના લોકડાઉન અને ત્યાર બાદ અનલોકની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. અનલોકની પ્રક્રિયામાં સ્થિતિ પ્રમાણે નિયંત્રણો ઢીલા કરવામાં આવ્યા હતાં. પરંતુ હવે ભારત બાયોટેક અને સિરમ ઈન્સ્ટિટ્યૂટ્‌સની એક નહીં બબ્બે કોરોના વેક્સીન માર્કેટમાં આવી ગઈ છે. અત્યાર સુધીમાં આ વેક્સીન ૨૦ લાખ દેશવાસીઓને લગાવી પણ દેવામાં આવી છે. બીજી બાજુ લોકોએ દાખવેલી સાવચેતીએ પણ કોરોનાનો ફેલાવો ઘણે ખરે અંશે ઓછો કરી નાખ્યો છે. સિનેમા હોલ અને થિયેટર્સમાં ૫૦ ટકા બેઠકની મંજૂરી અગાઉ આપવામાં આવી હતી. હવે તેમાં વધારો કરીને બેઠક ક્ષમતામાં વધારવામાં આવી છે. આ ઉપરાંત સ્પોર્ટ્‌સ અને યુથ અફેર્સ મંત્રાલય દ્વારા એસઓપી જાહેર કર્યા બાદ સ્વિમિંગ પૂલ્સ પણ શરૂ થઈ શકે છે. એક્ઝિબિશન હોલ્સ પણ નવી એસઓપી પ્રમાણે ખૂલી શકે છે. હાલમાં રમતવીરો માટે સ્વિમિંગ પૂલ્સ ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. હવે સ્વિમિંગ પૂલ્સ તમામ લોકો માટે ખુલશે. રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ કોવિડ-૧૯ માટેની તમામ ગાઈડલાઈનનું પાલન કરાવવાનું રહેશે. જેમાં લોકો ફેસ માસ્ક પહેરે, સેનિટાઈઝર્સ અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે તે સુનિશ્ચિત કરવાનું રહેશે. આ ઉપરાંત ૬૫ વર્ષથી વધુની વયના લોકો, બીમારી ધરાવતા લોકો, ગર્ભવતી મહિલાઓ અને ૧૦ વર્ષથી નીચેના બાળકો બિનજરૂરી પ્રવૃત્તિઓ માટે પણ ઘરની બહાર જઈ શકશે પરંતુ તેમને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. પરિસ્થિતિનું આકલન કર્યા બાદ ગૃહ મંત્રાલય સાથે ચર્ચા કર્યા બાદ સિવિલ એવિયેશન મંત્રાલય પેસેન્જર્સ માટે ઈન્ટરનેશલ ટ્રાવેલ અંગે ર્નિણય લેશે. હવે સિનેમા હોલમાં ૫૦ ટકા ક્ષમતાનું નિયંત્રણ હટાવી લેવામાં આવ્યું છે અને ઈન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટ મંત્રાલય દ્વારા નવી એસઓપી જાહેર કરવામાં આવશે અને તે પ્રમાણે ર્નિણય લેવામાં આવશે. થાળે પડી રહેલી સ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આજે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. આ ગાઈડલાઈન પ્રમાણે તમામ લોકો માટે સ્વીમિંગપુલ ખોલવાની મંજૂરી આપી દેવામાં આવી છે. જ્યારે કન્ટેન્મેન્ટ બહાર પણ હરવા ફરવાથી લઈને તમામ છૂટછાટ આપી દેવાઈ છે. દેશના તમામ રાજ્યોના સિનેમા હોલમાં ૫૦%થી વધુની દર્શકોને બેસવાની મંજૂરી આપી દેવામાં આવી છે. જાેકે આગામી સમયમાં સિનેમા હોલ માટે વધુ એસઓપી (સ્ટાંડર્ડ ઓફ પ્રોસેસ) બહાર પાડવામાં આવશે. આ ગાઈડલાઈન પર નજર કરવામાં આવે તો કહી શકાય કે કેન્દ્ર સરકારે હવે માત્ર ગણ્યા ગાંઠ્‌યા જ નિયંત્રણો રાખ્યા છે. મોટા ભાગની છુટછાટ આપી દેવામાં આવી છે. આ ગાઈડલાઈન તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો માટે અમલી રહેશે. જાેકે માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ જાળવવા સહિતની બાબતો યથાવત જ રાખવામાં આવી છે. તેવી જ રીતે શાળા-કોલેજાેને લઈને કોઈ સ્પષ્ટીકરણ આપવામાં આવ્યું નથી. ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસે દેશ-દુનિયામાં હાહાકાર મચાવ્યો હતો. ભારતમાં જ કોરોનાના ૧ કરૉડથી વધારે કેસો નોંધાયા હતાં જ્યારે લાખો લોકો મોતને ભેટ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.