
આગામી સમયમાં સ્વેજ કેનાલ ઇકોનોમિક ઝોનમાં ભારતીય ઉદ્યોગોને વિશેષ જગ્યા મળશે
ભારત અને ઇજિપ્તે બિનજોડાણવાદી આંદોલન,આંતરરાષ્ટ્રીય કાયદા અને તમામ દેશોની સાર્વભૌમત્વ તેમજ પ્રાદેશિક અખંડિતતા માટે આદરનાં મૂલ્યો સ્થાપિત કરવા તેમની પ્રતિબદ્ધતા બતાવી છે.ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તહ અલ-સિસી વચ્ચેની વાતચીત દરમિયાન આ અંગે સહમતિ બતાવવામાં આવી હતી.જેમાં બંને નેતાઓએ સામાન્ય હિતોને ધ્યાનમાં રાખીને દ્વિપક્ષીય,ક્ષેત્રીય તેમજ વૈશ્વિક મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરી હતી.આમ ઇજિપ્તની સરકાર સ્વેજ કેનાલ ઇકોનોમિક ઝોનમાં ભારતીય ઉદ્યોગો માટે વિશેષ વિસ્તાર ફાળવવાની સંભાવના પર વિચાર કરી રહી છે.ત્યારે આ માટે ભારત સરકાર માસ્ટર પ્લાન સૂચવી શકે છે.જે ભૂમધ્ય સાગરને લાલ સમુદ્ર સાથે જોડે છે જે વિશ્વના સૌથી વ્યસ્ત વેપાર માર્ગોમાનો એક છે.જેમાં દરરોજ લગભગ 12 ટકા વૈશ્વિક વેપાર નહેરમાંથી પસાર થાય છે.આમ ઇજિપ્તમાં ઉપલબ્ધ રોકાણની તકોનો ઉપયોગ કરવા માટે ભારત વિદેશી રોકાણો સ્થાપિત કરવા માટે સક્ષમ તેની કંપનીઓને પ્રોત્સાહિત કરશે.વર્તમાનમાં ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબેદ ફત્તહ અલ-સિસી ત્રણ દિવસની મુલાકાતે દિલ્હી પહોંચ્યા હતા અને મુખ્ય અતિથિ તરીકે પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં ભાગ લીધો હતો.ત્યારે આ પ્રસંગે પીએમ મોદી અને રાષ્ટ્રપતિ અલ-સિસીએ રાજકીય અને સુરક્ષા સહયોગ,આર્થિક સંબંધ,મજબૂત વૈજ્ઞાનિક અને શૈક્ષણિક સહયોગ તેમજ વ્યાપક સાંસ્કૃતિક અને લોકોથી લોકોના સંપર્ક પર આધારિત દ્વિપક્ષીય સંબંધોની સ્થિતિની સમીક્ષા કરી હતી.આ સાથે બંને દેશોએ બહુપક્ષીયવાદ,સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરનાં સિદ્ધાંતો,આંતરરાષ્ટ્રીય કાયદા,બિનજોડાણવાદી આંદોલનનાં મૂલ્યો સ્થાપિત કરવા તેમજ તમામ દેશોની સાર્વભૌમિકતા અને પ્રાદેશિક અખંડતા પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.