સ્વીડનના પ્રથમ મહિલા વડાપ્રધાનને ચૂંટાયા બાદ રાજીનામુ આપવુ પડ્યુ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

સ્વીડનની ગણતરી દુનિયાના સૌથી સમૃધ્ધ દેશોમાં થાય છે. સ્વીડનની સોશિયલ ડેમોક્રેટિક પાર્ટીના નેતા મેગ્ડેલના એન્ડરસનને સંસદ દ્વારા પ્રથમ વડાપ્રધાન તરીકે ચૂંટવામાં આવ્યા હતા. પરંતુ તે પછી ગ્રીન પાર્ટીએ પોતાનો ટેકો પાછો ખેંચતા મેગ્ડેલના એન્ડરસનને વડાપ્રધાન તરીકે રાજીનામુ આપવુ પડ્યુ છે. સ્વીડનની 349 બેઠકોવાળી સંસદમાં વડાપ્રધાન બનવા માટે મેગ્ડેલના એન્ડરસનને 117 સાંસદોનુ સમર્થન હતુ. પરંતુ તેની સામે 174 સાંસદો તેમના વિરોધમાં હતા. આ પૈકી 57 સાંસદ હાજર નહોતા. આમ ગઠબંધનના કારણે તેઓ પીએમ તો બની શક્યા પણ ગણતરીના કલાકો બાદ તેમણે રાજીનામુ આપી દીધુ હતુ. ગ્રીન પાર્ટીને બજેટના પ્રસ્તાવને લઈને પીએમ સાથે મતભેદો સર્જાયા હતા. જેના પગલે પીએમ એન્ડરસને રાજીનામુ આપી દેવાનો નિર્ણય લીધો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.