સુપ્રિમ કોર્ટે કોલકાતામાં ડોક્ટરની બળાત્કાર અને હત્યાના મામલામાં સુઓ મોટો લીધો 20 ઓગસ્ટે કેસની સુનાવણી
સુપ્રિમ કોર્ટે કોલકાતામાં એક ટ્રેઇની ડોક્ટર સાથે સંકળાયેલા બળાત્કાર અને હત્યાના મામલાની સુઓ મોટો લીધો છે. આ કેસની સુનાવણી મંગળવારે ભારતના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બનેલી ત્રણ જજોની બેન્ચ કરશે. સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (CFSL)ના મનોવૈજ્ઞાનિકો અને વર્તણૂક વિશ્લેષકોની 5 સભ્યોની ટીમ આ પરીક્ષણ હાથ ધરશે. આ ટેસ્ટ પરથી ખબર પડી શકે છે કે જઘન્ય ગુના અંગે આરોપી સંજયની માનસિકતા કેવી હતી.
Supreme Court has taken suo motu cognizance of the rape and murder of a doctor in RG Kar Hospital in Kolkata. A bench of Chief Justice of India DY Chandrachud and Justices JB Pardiwala and Manoj Misra will hear the case on August 20. pic.twitter.com/XWwMUd9FSc
— ANI (@ANI) August 18, 2024
આ દુ:ખદ ઘટના 9 ઓગસ્ટના રોજ બની હતી: જ્યારે કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના સેમિનાર હોલમાં 31 વર્ષીય પોસ્ટ ગ્રેજ્યુએટ ટ્રેઇની ડૉક્ટર પર નિર્દયતાથી બળાત્કાર કરવામાં આવ્યો હતો અને તેની હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં વ્યાપક આક્રોશ ફેલાયો છે અને ઝડપી ન્યાયની માંગણી કરવામાં આવી છે.
શનિવારે સુપ્રીમ કોર્ટ સમક્ષ એક અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં કોલકાતામાં એક ટ્રેઇની ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાની ઘટનાની નોંધ લેવા વિનંતી કરવામાં આવી હતી. આ કેસથી સમગ્ર દેશમાં વ્યાપક વિરોધ થયો છે, જેમાં ડોક્ટરોએ કાર્યવાહી અને ન્યાયની માંગણી સાથે દેખાવો કર્યા હતા.
નિર્ભયાની માતાએ કહ્યું- 2012થી કંઈ બદલાયું નથી: નિર્ભયાની માતાએ શનિવારે કહ્યું- 2012 પછી કંઈ બદલાયું નથી. મમતા પોતાના પદનો દુરુપયોગ કરી રહી છે. આ ઘટનાના દોષિતો સામે કાર્યવાહી કરવાને બદલે તેઓ આ મુદ્દા પરથી ધ્યાન હટાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.