સુપ્રીમ કોર્ટનો આદેશ : બાળક દત્તક લઈ શકશે ઈચ્છુક દંપતી

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે ૨૦ વર્ષની એક અપરિણીત યુવતીની એમ્સમાં ડિલીવરી કરવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમે કહ્યું છે કે, ડિલીવરી પછી બાળકને તેને દત્તક લેવા ઈચ્છુક પેરેન્ટ્સને આપી દેવામાં આવે. એ પેરેન્ટ્સે પહેલેથી જ બાળકને દત્તક લેવા માટે રજિસ્ટ્રેશન કરાવી રાખ્યું છે. ૨૯ સપ્તાહના ગર્ભને ટર્મિનેટ કરાવવા માટે ૨૦ વર્ષની એક અપરિણીત યુવતીએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ આદેશ અતિ વિશેષ પરિસ્થિતિઓમાં આપવામાં આવી રહ્યો છે, કેમકે યુવતી પોતાની પ્રેગ્નેન્સીના ઘણા બાદના સ્ટેજમાં આવી હતી, એવામાં કલમ ૧૪૨ અંતર્ગત સુપ્રીમ કોર્ટે પોતાની શક્તિનો ઉપયોગ કરતા નિર્દેશ જારી કર્યો. મામલાની સુનાવણી ચીફ જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડ, જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જસ્ટિસ જેબી પારડીવાળાની અધ્યક્ષતાવાળી બેન્ચ કરી રહી હતી.

બેન્ચે કહ્યું કે, એડિશનલ સોલિસિટર જનરલ એશ્વર્યા ભાટી અને ડો. અમિત મિશ્રા, જેમણે અપીલકર્તા સાથે વાતચીત કરી, તેમણે કહ્યું કે, અપીલકર્તા ડિલીવરી પછી બાળકને પોતાની પાસે નથી રાખવા ઈચ્છતી. બેન્ચે કહ્યું કે, આ પરિસ્થિતિઓમાં, ગર્ભાવસ્થાના અંતિમ તબક્કાને ધ્યાનમાં રાખતા એ મા અને ભ્રૂણના સર્વોત્તમ હિતમાં મનાવામાં આવ્યું છે કે, પ્રસૂતિ પછી બાળકને દત્તક લેવા માટે આપવામાં આવી શકે છે. દત્તક આપવાનો અનુરોધ અપીલકર્તા તરફથી કરવામાં આવ્યો છે,

કેમકે તે બાળકની દેખરેખ કરવાની સ્થિતિમાં નથી. ભાટીએ કોર્ટને જણાવ્યું કે, તેણે અપીલકર્તાની બહેન સાથે પણ વાતચીત કરી હહતી. તેનો હેતુ એ જાણવાનો હતો કે, શું તે બાળકને દત્તક લેવા તૈયાર હશે. જોકે, બહેને ઘણા કારણોથી એવું કરવામાં અસમર્થ હોવાનું જણાવ્યું. સોલિસિટર જનરલ તુષાર મેહતા અને ભાટીએ કોર્ટને તેની જાણકારી આપી. તેમણે કોર્ટને જણાવ્યું કે, કેન્દ્રીય મહિલા તેમજ બાળ વિકાસ મંત્રાલય અંતર્ગત આવતી સેન્ટ્રલ અડોપ્શન રિસોર્સ ઓથોરિટીમાં રજિસ્ટર્ડ ભાવી માતા-પિતા તરફથી ડિલીવરી પછી બાળકને દત્તક લેવાની પ્રક્રિયાને સુવિધાનજક બનાવવાનો પ્રયાસ કરાયો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.