સુપ્રીમ કોર્ટે વિકિપીડિયાને કોલકાતા પીડિતાનું નામ અને ફોટો દૂર કરવા નિર્દેશ આપ્યા
આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં બળાત્કાર-હત્યા | સુપ્રીમ કોર્ટે વિકિપીડિયાને અગાઉના નિર્દેશોનું પાલન કરવા અને પીડિતાની ઓળખ તેના પ્લેટફોર્મ પરથી હટાવવાનો નિર્દેશ આપ્યો છે.
RG Kar Medical College & Hospital rape-murder | Supreme Court directs Wikipedia to comply with previous direction and remove the identity of the victim from its platform.
Supreme Court says – in the interest of maintaining the dignity of the victim, the governing principle is…
— ANI (@ANI) September 17, 2024
સુપ્રીમ કોર્ટે વિકિપીડિયાને મૃતકની ગરિમા જાળવવા માટે કોલકાતા પીડિતાનું નામ અને ફોટો દૂર કરવા કડક આદેશો આપ્યા છે. પીડિતાનું નામ અને ચિત્ર હજુ પણ વિકિપીડિયા પેજ પર છે. CJIએ કહ્યું કે વિકિપીડિયાએ જરૂરી પગલાં લેવા પડશે અને જારી કરાયેલા આદેશોનું પાલન કરવું પડશે.
કેસનું લાઇવ સ્ટ્રીમિંગ રોકવાનો ઇનકાર કર્યો: સુપ્રીમ કોર્ટે કોલકાતા ડોક્ટર રેપ મર્ડર સંબંધિત સુઓમોટો કેસની સુનાવણી શરૂ કરી. કાર્યવાહી દરમિયાન, પશ્ચિમ બંગાળ સરકારના વકીલ કપિલ સિબ્બલે કોર્ટને કેસના લાઇવ-સ્ટ્રીમિંગને રોકવાની વિનંતી કરી હતી, જેને SCએ જાહેર હિતની બાબત ગણાવીને નકારી કાઢી હતી.