
ઉનાળુ વેકેશનમાં ઉત્તર ભારત માટે નવી ટ્રેનોની માંગ કરવામાં આવી
સુરતથી યુપી,બિહાર,ઝારખંડ સહિત ઉત્તર ભારત તરફ જતી ટ્રેનોની સંખ્યા મુસાફરોની સંખ્યાની સરખામણીમાં લગભગ નહિવત છે.જેના કારણે મુસાફરોને ભીડમાં જવાની ફરજ પડે છે એટલું જ નહી તેમનું શોષણ પણ થાય છે.ત્યારે આગામી મે-જૂન 2023ની ઉનાળાની ટુર માટે તાપ્તી ગંગા સહિતની તમામ ટ્રેનોમાં અત્યારથી જ ભારે વેઇટિંગ લિસ્ટ છે.ત્યારે ઉધના-જલગાંવ રેલ્વેલાઇન ડબલ ટ્રેક થયા પછી નવી ટ્રેનો ચલાવવામાં આવશે,પરંતુ આજદિન સુધી નવી ટ્રેન અંગે કોઈપણ જાહેરાત કરવામાં આવી નથી.આમ નવી નિયમિત ટ્રેનો શરૂ કરવાને બદલે રેલ્વે પ્રશાસન સિઝન સમયે વિશેષ ટ્રેનો ચલાવી ડબલ અને ત્રીપલ ભાડું વસૂલ કરી રહ્યું છે.જેમાં સુરતથી અયોધ્યા માટે નવી ટ્રેન શરૂ કરવામાં આવે જેમાં સુરતથી ઉધના, ભુસાવલ, ઈટારસી, કટની, શંકરગઢ, નૈની, પ્રયાગરાજ, પ્રતાપ ગઢ,સુલતાનપુર થઈને અયોધ્યા પહોંચે.આ સિવાય સુરત થી પટના નવી ટ્રેન શરૂ કરવામાં આવે જેમાં સુરતથી વડોદરા,રતલામ,ઉજ્જૈ ન,સુજલપુર,બીના,ઝાંસી,કાનપુર સેન્ટ્રલ,લખનૌ,સુલતાનપુર, જૌનપુર,વારાણસી,દીનદયાળ ઉપાધ્યાય જંકશન થઈને પટના ખાતે પહોંચશે.સુરતથી વાયા ગયા રાંચી ઝારખંડ માટે નવી ટ્રેન શરૂ કરવામાં આવે છે.19063 ઉધના દાનાપુર એક્સપ્રેસને દૈનિક કરવામાં આવે.19051 શ્રમિક એક્સપ્રેસને દૈનિક કરવામાં આવે.19053 સુરત મુઝફ્ફરપુર એક્સ દૈનિક કરવામાં આવે,11104 બાંદ્રા ઝાંસી એક્સપ્રેસનો રૂટ વધારી બાંદ્રાથી વાયા ગોંડા ગોરખપુર સુધી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.