ભારતનું રશિયા જેવું જ મિત્ર છે ફ્રાન્સ, બંને દેશોના મજબૂત સંબંધથી અનેક દેશ ગભરાશે!

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારના ફ્રાન્સની રાજધાની પેરિસ પહોંચ્યા. PM મોદીએ ફ્રાન્સ (PM Modi France Visit)ના રાષ્ટ્રપતિ અને પોતાના દોસ્ત ઇમૈન્યુએલ મૈક્રોં સાથે મુલાકાત કરી. PM મોદી અને મૈક્રોંની વચ્ચે જોરદાર કેમિસ્ટ્રી જોવા મળી અને બંને એકબીજાને ગળે મળ્યા.

ફ્રાન્સે ભારતને પુરા પાડ્યા છે અત્યાધુનિક હથિયારો

PM મોદીની આ ફ્રાન્સ મુલાકાત એવા સમય પર થઈ રહી છે જ્યારે રશિયાને લઇને અમેરિકા અને અન્ય પશ્ચિમી દેશો ભારત પર દબાવ બનાવી રહ્યા છે. આવામાં ભારત પોતાના દોસ્ત ફ્રાન્સ તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. રાફેલ, મિરાજ જેવા અત્યાધુનિક યુદ્ધ વિમાનો અને કલાવરી સબમરીન ભારતને પુરી પાડનારા ફ્રાન્સને નિષ્ણાતો ભારતનું ‘નવું રશિયા’ (India France Relations) ગણાવી રહ્યા છે.

મૈંક્રોના સત્તામાં પુનરાગમન બાદ તેમને મળનારા કેટલાક નેતાઓમાં મોદી

ફ્રાન્સમાં મૈક્રોંના સત્તામાં પુનરાગમન બાદ PM મોદી એવા કેટલાક વિદેશી નેતાઓમાંના એક છે જેઓ ફ્રાન્સના રાષ્ટ્રપતિને મળ્યા છે. આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોનું કહેવું છે કે, ફ્રાન્સ હવે ભારત માટે ‘નવું રશિયા’ બની રહ્યું છે. ભારત, જે હજી પણ રશિયન શસ્ત્રો પર નિર્ભર છે, તેને ફ્રાન્સ પાસેથી અત્યાધુનિક રાફેલ ફાઈટર જેટ્સથી લઈને કલાવરી સબમરીન સુધી બધું જ મળી રહ્યું છે.

અણુ બોમ્બ પરીક્ષણ વખતે ફ્રાન્સે ભારતની ટીકા નહોતી કરી

ફ્રાન્સના મિરાજ-2000 એરક્રાફ્ટે પાકિસ્તાનમાં ઘૂસીને બાલાકોટ એર સ્ટ્રાઈક કરી હતી. એટલું જ નહીં, હવે હિંદ મહાસાગરમાં ચાઈના ડ્રેગનની વધતી ઘૂસણખોરી સામે ભારત અને ફ્રાન્સ સાથે મળીને મુકાબલો કરવા જઈ રહ્યા છે. જ્યારે ભારતે 1998માં પોખરણમાં અણુ બોમ્બનું પરીક્ષણ કર્યું ત્યારે ફ્રાન્સ એકમાત્ર શક્તિશાળી દેશ હતો જેણે નવી દિલ્હી પર ન તો ટીકા કરી હતી કે ન તો કોઈ પ્રતિબંધો લાદ્યા હતા. જ્યારે અમેરિકા અને બ્રિટને પ્રતિબંધો લાદ્યા હતા.

રશિયા પણ થયું હતું નારાજ

ભારતનું ખાસ મિત્ર રશિયા પણ પરમાણુ પરીક્ષણોથી ખૂબ જ નારાજ હતું અને તેણે કહ્યું હતું કે તેને પહેલા કેમ નથી જણાવવામાં આવ્યું. બીજી તરફ ફ્રાન્સે ખુલ્લેઆમ ભારતને સમર્થન આપ્યું હતું. બ્રિટન પછી ફ્રાન્સ એકમાત્ર એવો દેશ છે કે જેના રાજ્યના વડાને વર્ષ 1976, 1980, 1998, 2008 અને 2016માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી દરમિયાન મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા.

ભારત અને ફ્રાન્સ એકબીજા માટે બનેલા છે

2008માં ન્યુક્લિયર સપ્લાયર્સ દેશોના સમૂહ તરફથી પરમાણુ વેપારને મંજૂરી મળ્યા બાદ ફ્રાન્સ રશિયા પછી બીજો એવો દેશ હતો જેણે ભારતને પરમાણુ રિએક્ટર વેચવાના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ જ કારણ છે કે વર્ષ 2016માં PM મોદીએ કહ્યું હતું કે, ભારત અને ફ્રાન્સ એકબીજા માટે બનેલા છે. વર્ષ 2019માં PM મોદીની સત્તામાં વાપસી બાદ ફ્રાન્સ સાથેના સંબંધો વધુ મજબૂત બન્યા છે.

પાકિસ્તાન વિરુદ્ધ FATFના પ્રસ્તાવનું સમર્થન કર્યું હતું

ઓગષ્ટ 2019માં PM મોદીએ કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કર્યા પછી ફ્રાન્સની મુલાકાત લીધી હતી. આ દરમિયાન મૈક્રોંએ કાશ્મીર પર કોઈ ટિપ્પણી કરી નહોતી. તે પણ ત્યારે જ્યારે ચીને પાકિસ્તાનના કહેવા પર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠક બોલાવી હતી. આ સિવાય ફ્રાન્સે સુરક્ષા પરિષદમાં પાકિસ્તાની આતંકવાદી મસૂદ અઝહર વિરુદ્ધ લાવવામાં આવેલા પ્રસ્તાવ અને પાકિસ્તાન વિરુદ્ધ FATFના પ્રસ્તાવનું સમર્થન કર્યું હતું.

મૈક્રોં અને પુતિન વચ્ચે ગાઢ સંબંધ

આ કારણે ભારતનો ફ્રાન્સમાં વિશ્વાસ સતત વધી રહ્યો છે. આ જ કારણ છે કે વિશ્લેષકો હવે ફ્રાન્સને ભારતનું ‘નવું રશિયા’ કહી રહ્યા છે. જ્યારે ભારત રશિયાને લઈને પશ્ચિમી દેશોના નિશાના પર છે ત્યારે મૈક્રોં ભારતને ઘણી મદદ કરી શકે છે. મૈક્રોં અને પુતિન વચ્ચે ખૂબ જ ગાઢ સંબંધ છે. મેક્રોંએ યુક્રેનને લઈને મોસ્કોની મુલાકાત પણ લીધી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.