શ્રીલંકાના પૂર્વ પીએમ મહિન્દા રાજપક્ષે દેશ નહીં છોડી શકે
શ્રીલંકામાં ચાલી રહેલી આર્થિક કટોકટીની વચ્ચે પૂર્વ પીએમ મહિન્દા રાજપક્ષે અને તેમના સાથીદારોને દેશ નહીં છોડવા માટે કોર્ટે આદેશ આપ્યો છે.શ્રીલંકામાં સરકારનો વિરોધ કરી રહેલા દેખાવકારો પર રાજપક્ષેના સમર્થકોએ હુમલો કર્યા બાદ ઠેરઠેર હિંસા ભડકી ઉઠી હતી અને દેશમાં તણાવનો માહોલ જોવા મળ્યો છે.આમ રાજપક્ષેએ પીએમ તરીકે રાજીનામુ આપ્યા બાદ પણ લોકોનો ગુસ્સો શાંત થયો નથી અને લોકોના ટોળાએ પીએમ હાઉસના ટેમ્પલ ટ્રીમાં ઘુસીને આગચંપી પણ કરી હતી.ત્યારબાદ વિશેષ હેલિકોપ્ટર મારફતે રાજપક્ષેને અને તેમના પરિવારને શ્રીલંકાના એક નેવલ બેઝ પર ખસેડવામાં આવ્યા હતા.ત્યારથી તેઓ ત્યાં જ છે.ત્યારે આ નેવલ બેઝને પણ લોકોએ ઘેરી રાખ્યુ છે.