શ્રીલંકાએ ક્રૂડ ઓઇલ ખરીદવા માટે ભારત પાસે રૂ.3752 કરોડની લોન માંગી

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

ક્રૂડ ઓઇલની ખરીદી માટે શ્રીલંકાએ ભારત પાસે 50 કરોડ ડોલરની લોન માગી છે. શ્રીલંકાએ આ લોનની માગ ઉર્જાપ્રધાન ઉદય ગમ્મનપિલાનાના નિવેદન પછી આવી છે. જેમાં ચેતવણી આપતા જણાવ્યું હતું કે દેશમાં ઇંધણની ઉપલબ્ધતાની ગેરંટી આગામી વર્ષે જાન્યુઆરી સુધીમાં આપી શકાય તેમ છે. શ્રીલંકાની સરકારી ઓઇલ કંપની સીલોન પેટ્રોલિયમ કોર્પોરેશન પર અગાઉ દેશની બે અગ્રણી સરકારી બેંકો બેંક ઓફ સીલોન અને પીપલ્સ બેંકનું લગભગ 3.3 અબજ ડોલરનું દેવું છે. સીપીસી પશ્ચિમ એશિયામાંથી ક્રૂડ ઓઇલ અને સિંગાપોર સહિતના દેશોમાંથી રિફાઇન્ડ પ્રોડક્ટની આયાત કરે છે. ત્યારે આ અંગે સીપીસીના ચેરમેન સુમિત વિજયસિંઘેના જણાવ્યું છે કે અમે ભારત-શ્રીલંકા આર્થિક ભાગીદારી વ્યવસ્થા હેઠળ 50 કરોડ ડોલરની ઋણ સુવિધા પ્રાપ્ત કરવા માટે હાલમાં શ્રીલંકા સ્થિત ભારતના હાઇકમિશનર સાથે મંત્રણા કરી રહ્યાં છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે આ લોનની રકમનો ઉપયોગ પેટ્રોલ અને ડીઝલની ખરીદી કરવા માટે કરવામાં આવશે. આમ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ વધવાને કારણે શ્રીલંકાને ચાલુ વર્ષે ક્રૂડ ઓઇલની ખરીદી કરવામાં વધુ ખર્ચ કરવો પડી રહ્યો છે. જેમાં ગયા વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષના પ્રથમ સાત મહિનામાં દેશનું ઓઇલ બિલ 41.5 ટકા વધીને બે અબજ ડોલર થઇ ગયું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.