
અવકાશમાં 10 હજાર કવાડ્રીલીયન ડોલરની ધાતુઓનો ખજાનો મળ્યો
પૃથ્વી પર સતત વધતી જતી વસ્તી વચ્ચે આગામી સમયમાં પૃથ્વી પરના ખનીજ તત્વોનો ઉપયોગ થઈ જાય તેવી શકયતા છે.તેવા સમયે અમેરિકન અવકાશ સંશોધન સંસ્થા નાસાએ તેના મિશનથી ઘટ્ટસ્ફોટ કર્યો છે કે મંગળ તેમજ જયુપીટરના ગ્રહો વચ્ચે 16 ઉલ્કાઓ એવી છે કે જે લોહ,નિકલ તેમજ સોનાનો ભંડાર ધરાવે છે જેની કુલ કિંમત 10 હજાર કવાડ્રીલીયન સમાન છે.ત્યારે આ ઉલ્કાઓને ગ્રીક દેવીનું નામ આપવામાં આવ્યુ છે અને 4 કલાકનો દિવસ હોય તે રીતે તે ભ્રમણ કરી રહે છે. નાસા દ્વારા 2022માં આ ઉલ્કાઓની શોધ કરવામાં આવી હતી અને આગામી વર્ષ સુધીમાં તે ફરી એક મિશન પર જાય તેવી શકયતા જોવા મળી રહી છે.