દ.કોરિયન એરફોર્સના બ્લેક ઈગલ્સ ફાઇટર જેટનું અમદાવાદમાં ઉતરણ થયું

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

દક્ષિણ કોરિયાની એરફોર્સની એરોબેટિક ટીમ તેમના નવ ફાયટર જેટ સાથે પ્રથમવાર અમદાવાદ એરપોર્ટ પર ઉતરાણ કર્યું હતું.જેના કારણે અમદાવાદ એરપોર્ટ વ્યસ્ત રહ્યું હતું.ટીમ આઠ ‘ટી-૫૦બી’ સુપરસોનિક ફાયટર ટ્રેનર એરક્રાફ્ટ ઉડાવે છે,જે દક્ષિણ કોરિયન એરોસ્પેસ કંપનીનું મુખ્ય પ્લેટફોર્મ છે.એરોબેટિક ટીમે યુકે સહિત ઇજીપ્તમાં યોજાનાર એરશોમાં આ ટ્રેનર ફાયટર જેટે અદભુત પ્રદર્શન કર્યું હતું.આ ટ્રેનર જેટ એરક્રાફ્ટ સવારે મસ્કતથી અમદાવાદ એરપોર્ટ પર આવી પહોચ્યું હતું.આ તમામ ફાયટર આવે પહેલા તેમના સંરક્ષણ માટે સવારે આઠ વાગે કોરિયન એરફોર્સના વિમાનમાં સ્પેશિયલ ૪૦ ક્રુ મેમ્બરની ટીમ આવી પહોંચી હતી.જ્યાં તેમનું કસ્ટમ્સ અને ઇમિગ્રેશન કરવામાં આવ્યું હતું.ત્યારબાદ સવારે ૧0:૨૫ કલાકે પ્રથમ ત્રણ ફાયટર જેટ ઉતર્યા બાદ ૩૦ મિનિટમાં બીજા ત્રણ એમ કુલ છ જેટ વિમાનને લાઇનસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટના પાકગ બેમાં પાર્ક કરવામાં આવ્યા હતા.પ્રથમ ત્રણ જેટ બપોરે ૧૨ વાગે રવાના થયા ત્યારબાદ બીજા એક કલાકમાં રવાના થયા હતા.આ તમામ એરક્રાફ્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટના પાકગમાં પાર્ક કરવામાં આવ્યા હતા.બ્લેક ઇગલ્સના રક્ષણ માટે સ્પેશિયલ ૪૦ એરફોર્સના ક્રુ જેમને તમામ એરક્રાફટનું ચેકીંગ કરી ફ્યુઅલ ભરાવી અમદાવાદ એરપોર્ટ પરથી બપોરે કોલકાતા માટે રવાના કર્યા હતા.ફાયર ફાઇટરોએ ઉડાન ભર્યા બાદ એરફોર્સના વિમાન તેમના ક્રુ સાથે 3:૩૦ વાગે ઉડાન ભરી હતી.આ વિમાનની પાસે એરપોર્ટના એકપણ સિક્યોરિટી સહિત અન્ય એજન્સીના અધિકારીઓને પાસે જવા દેવાયા ન હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.