કંકણાકૃતિ સૂર્યગ્રહણઃ ઉત્તર ભારતના અનેક ભાગમાં ૯૮.૬% સુધી સૂર્ય ઢંકાઇ જશે
આજે ૨૧ જૂન, રવિવાર છે. આજે ૯.૧૬ વાગ્યાથી સૂર્યગ્રહણ છે. જોકે, ભારતમાં આ ગ્રહણ સવારે ૧૦ વાગ્યા પછી જ દેખાશે. આ વર્ષનું પહેલું અને છેલ્લું સૂર્યગ્રહણ છે. ત્યાર બાદ ૨૫ ઓક્ટોબર ૨૦૨૨માં આવતું સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે. ઉત્તરભારતના થોડાં ભાગમાં ચંદ્ર, સૂર્યને ૯૮.૬% સુધી ઢાંકી દેશે, જેથી તે બંગડી જેવા આકારમાં દેખાશે. જ્યોતિષ ગ્રંથમાં તેને કંકણાકૃતિ સૂર્યગ્રહણ કહેવામાં આવે છે. આ આકૃતિ મોટાભાગના સ્થાને ૧૧.૫૦ થી ૧૨.૧૦ ની વચ્ચે જોવા મળશે.
સૌથી પહેલાં મુંબઈ અને પુણેમાં ૧૦.૦૧ વાગ્યાથી દેખાવાનું શરૂ થશે. ગુજરાતના અમદાવાદ અને સૂરતમાં ૧૦.૦૩ વાગ્યાથી દેખાવાનું શરૂ થશે. અન્ય દેશમાં આ ગ્રહણ ૩.૦૪ વાગ્યે પૂર્ણ થશે. દેશમાં અનેક જગ્યાએ અંડગ્રાસ સૂર્યગ્રહણ સ્વરૂપે જોવા મળશે. ભારત સિવાય આ ગ્રહણ નેપાળ, પાકિસ્તાન, સાઉદી અરબ, યૂએઈ, એથોપિયા તથા કાંગોમાં દેખાશે.