સાયલન્ટ કિલર આઇ.એન.એસ વેલા ભારતીય નેવીમાં સામેલ કરવામાં આવ્યું

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

ભારતીય નૌકાદળમાં પ્રોજેક્ટ 75 હેઠળ મારકણી સબમરિન આઈએનએસ વેલા આજે વિધિવત રીતે સામેલ થઈ ગઈ છે. પ્રોજેક્ટ 75 હેઠળ બનનારી 6 સબમરિન પૈકીની આ એક છે. ડિઝલ ઈલેક્ટ્રિક એટેક સબમરિનના ક્લાસમાં આવતી વેલાને સંરક્ષણ નિષ્ણાતો સાઈલન્ટ કિલરનુ ઉપનામ આપી રહ્યા છે. વેલાને ફ્રાંસની બનાવટની સ્કોર્પિયન ક્લાસ સબમરીનની ડિઝાઈન પ્રમાણે બનાવવામાં આવી છે તેનુ નિર્માણ ભારતના મઝગાંવ ડોકમાં થયુ છે. તેનુ નિર્માણ વર્ષ 2019માં શરૂ થયુ હતુ અને વર્ષ 2021માં નૌકાદળને સોંપી દેવામાં આવી છે. આજે નૌકાદળના વડા એડમિરલ કરમબીરસિંહની હાજરીમાં સબમરિનને ભારતીય નૌકાદળને સોંપવામાં આવી હતી. વેલા 221 ફૂટ લાંબી છે. તેની ઉંચાઈ 40 ફુટ અને પહોળાઈ 19 ફૂટની છે. જેમાં ચાર શક્તિશાળી ડિઝલ એન્જિન લગાવાયા છે. જેની મહત્તમ ઝડપ 20 કિલોમીટર નોટિકલ માઈલ છે પરંતુ દરિયામાં ડુબકી મારે ત્યારે તેની મહત્તમ ઝડપ 37 કિલોમીટર થઈ શકે છે. દરિયાની સપાટી પર તે એકસાથે 12,000 કિલોમીટરની મુસાફરી કરી શકે છે અને દરિયાની અંદર તે 1020 કિલોમીટરની યાત્રા કરવા સક્ષમ છે. આ સિવાય તે પાણીની અંદર 50 ફૂટ ઉંડાઈ સુધી જઈ શકે છે. મહત્તમ 1150 ફૂટની ડુબકી મારી શકે છે. વેલામાં 8 નૌસેના અધિકારીઓ અને 35 જવાનો તૈનાત થઈ શકે છે. આઈએનએસ વેલા પર 6 ટોરપિડો ટ્યુબ ફિટ કરાઈ છે અને તેમાં 18 ટોરપિડો લગાવી શકાય છે. ભારત પાસે આ નામની સબમરિન ઇસ.1973માં હતી. તેણે વર્ષ 2010 સુધી ભારતીય નેવી માટે સેવા આપી હતી. જે સોવિયેટ બનાવટની ફોક્સટ્રોટ ક્લાસની સબમરિન હતી. નવી સબમરિન આઈએનએસ વેલા વેસ્ટર્ન કમાન્ડ હેઠળ રહેશે અને તે મુંબઈમાં તૈનાત થશે. સબમરિનને વેલા માછલીનુ નામ અપાયુ છે. જે સમુદ્રની સૌથી ખતરનાક શિકારી માછલી પૈકીની ગણાય છે. જેનો એક ડંખ કોઈપણ સજીવને ખતમ કરવા માટે કાફી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.