
પૃથ્વી પર પહેલી વાર મંગળ ગ્રહ પરથી મળ્યા સિગ્નલ
નવી દિલ્હીઃ પૃથ્વીની બહાર જીવન અને સજીવની માણસ જાતની શોધ ચાલુ છે. એવામાં મંગળ પરથી પ્રથમ વખત પૃથ્વી પર સિગ્નલ મોકલવામાં આવ્યું છે. અહેવાલ અનુસાર, અવકાશ એજન્સી એક્સોમાર્સ ટ્રેસ ગેસ ઓર્બિટર (ટીજીઓ) એ બુધવારે રાત્રે ૯ઃ૦૦ વાગે મંગળની આસપાસ તેની ભ્રમણકક્ષામાંથી એક એક્નોડેડ મેસેજ મોકલ્યો હતો,
જેથી ભવિષ્યમાં આપણે કોઈ અન્ય સંસ્કૃતિના વાસ્તવિક સંકેતો જોઈ શકીએ તેવી પરિસ્થિતિ ઊભી કરી શકાય. અ સાઇન ઇન સ્પેસ પ્રોજેક્ટ પર કામ કરનાર વૈજ્ઞાનિક ડેનિએલા ડી પૌલિસે કહ્યું હતું કે સમગ્ર ઇતિહાસમાં, માણસ જાતે શક્તિશાળી અને પરિવર્તનશીલ ઘટનાઓમાં અર્થ શોધ્યો છે.
બહારની દુનિયાની સંસ્કૃતિમાંથી સંદેશ પ્રાપ્ત કરવો એ સમગ્ર માનવજાત માટે ઊંડો પરિવર્તનશીલ અનુભવ હશે. સર્ચ ફોર એક્સ્ટ્રાટેરેસ્ટ્રિયલ ઇન્ટેલિજન્સ સંસ્થામાં કામ કરતા પૌલિસ, આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો અને અવકાશ વૈજ્ઞાનિકોની એક ટીમને એક પ્લેટફોર્મ પર એકસાથે લાવ્યાં છે અને બહારની દુનિયાના સંદેશાને ડીકોડિંગ અને અર્થઘટન કરવાની પ્રક્રિયા પર રિસર્ચ કરવા માટે એક પ્રોજેક્ટ બનાવ્યો છે. અ પ્રોજેક્ટના ભાગ રૂપે યુરોપિયન પ્રોબ દ્વારા સિગ્નલ મોકલવામાં આવ્યું હતું,
અને તે ગ્રીન બેંક ટેલિસ્કોપ (વેસ્ટ વર્જિનિયા), મેડિસિના રેડિયો એસ્ટ્રોનોમિકલ સ્ટેશન (ઇટાલી), એલન ટેલિસ્કોપ એરે (કેલિફોર્નિયા) અને વેરી લાર્જ એરે દ્વારા પ્રાપ્ત કરવામાં આવ્યું હતું. નોંધપાત્ર રીતે, સંદેશ ડી પૌલિસ અને તેમની ટીમ દ્વારા અ મેસેજ ડિઝાઇન અને એક્નોડ કરવામાં આવ્યો હતો, જો કે હાલમાં તે જાહેર કરવામાં આવ્યો નથી.