શેખ હસીના સત્તા ગુમાવશે… ભારતીય જ્યોતિષીએ 8 મહિના પહેલા બાંગ્લાદેશના પીએમને લઈને કરી હતી ભવિષ્યવાણી
બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા વિરોધી પ્રદર્શને હિંસાનું રૂપ લીધું છે. આ હિંસા એટલી ભયાનક બની ગઈ છે કે તેના કારણે 400થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ દરમિયાન બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ પછી તે દેશ છોડીને ભારત આવી ગઈ છે. તે સોમવારે મિલિટરી એરક્રાફ્ટની મદદથી ભારત પહોંચી હતી.
પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યા બાદ ભારતના પ્રખ્યાત જ્યોતિષ પ્રશાંત કિનીની ભવિષ્યવાણી સાચી પડી છે. શેખ હસીનાએ બાંગ્લાદેશમાં 15 વર્ષ સુધી શાસન કર્યું હતું. જ્યોતિષી પ્રશાંત કિનીએ ડિસેમ્બર 2023માં શેખ હસીના વિશે ભવિષ્યવાણી કરી હતી કે તેણે મે અને ઓગસ્ટ 2024 વચ્ચે સાવચેત રહેવું પડશે કારણ કે આ સમયગાળા દરમિયાન તેમની હત્યાના પ્રયાસો કરવામાં આવશે. હવે આ વાત સાચી થઈ ગઈ છે અને હસીના હવે સત્તામાં નથી અને ભારત આવી ગઈ છે.
Tags india Rakhewal shaikh hashina