સોપોરના રેબન વિસ્તારમાં સુરક્ષાદળોએ મોડી રાતે 2-3 આતંકીઓને ઘેર્યા; બન્ને બાજુથી ફાયરિંગ થઈ રહ્યું છે.

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય 108

જમ્મુ કાશ્મીરમાં સોપોર જિલ્લાના રેબન વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે શનિવાર રાતથી અથડામણ ચાલી રહી છે. એક અધિકારીએ જણાવ્યું કે, અહીંયા આતંકીઓની હાજરી અંગેની ગુપ્ત માહિતી મળી હતી. આ અંગે પોલીસ,22 રાષ્ટ્રીય રાઈફલ્સ અને CRPFની ટીમે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું, ત્યારે જ સંતાયેલા આતંકીઓએ તેમની પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, વિસ્તારમાં 2 થી 3 આતંકીઓને ઘેરવામાં આવ્યા છે.

ગત મહિને સોપોરના જ મોડલ ટાઉનમાં આતંકી હુમલામાં એક નાગરિકનું મોત થયું હતું, જ્યારે CRPFનો એક જવાન શહીદ થયો હતો. ત્યારથી સોપોરના અલગ અલગ વિસ્તારમાં સતત સર્ચ ઓપરેશન ચલાવાઈ રહ્યા છે.

કાશ્મીરના કુપવાડા જિલ્લાના નૌગામ સેક્ટરમાં શનિવારે સવારે સુરક્ષાદળોએ 2 આતંકીઓને ઠાર માર્યા હતા. જેમાંથી એક લશ્કર-એ-તૈયબાનો આતંકી ઈદરીસ ભટ હતો. તે 2018માં પાકિસ્તાન ગયો હતો. આતંકી LOC પર ફેંસિંગ કાપીને ઘુસણખોરીનો પ્રયાસ કરી રહ્યા હતા. તેમની પાસે બે AK-47 અને મોટી સંખ્યામાં દારૂગોળો હતો. સેનાના પ્રવક્તાએ કહ્યું કે, સીમાની પેલે પાર લોન્ચપેડ પુરી રીતે એક્ટિવ છે, ત્યાં 250થી 300 જેટલા આતંકીઓ છે.

સુરક્ષાદળોએ આ મહિનામાં અત્યાર સુધી 6 આતંકી ઠાર માર્યા છે. આ પહેલા પુલવામા જિલ્લાના ગોસૂ વિસ્તારમાં એક આતંકી ઠાર મરાયો હતો. સાથે જ એક જવાન પણ શહીદ થયો હતો. 4 જુલાઈના રોજ કુલગામના અર્રાહ વિસ્તારમાં હિજબુલ મુજાહિદ્દીનના 2 આતંકી ઠાર મરાયા હતા. 2 જુલાઈના રોજ શ્રીનગરના માલબાગમાં ISનો 1 આતંકી ઠાર મરાયો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.