મહારાષ્ટ્રમાં દિવસે કલમ 144 લાગુ, રાતે 11થી સવારે 5 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂ ; સ્કૂલ-કોલેજ 15 ફેબ્રુઆરી સુધી બંધ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણની ત્રીજી લહેરે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં નવા 44 હજાર 388 કેસ નોંધાયા છે. આ દરમિયાન 12 લોકોના મોત પણ થયા છે. સંક્રમણ રોકવા માટે આજ રાતથી મહારાષ્ટ્રમાં નવા પ્રતિબંધો લાદવામાં આવી રહ્યા છે. તેને મિની લોકડાઉન કહેવાય છે. નવી ગાઈડલાઈન્સ પ્રમાણે મહારાષ્ટ્રમાં રાતે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂ ની જાહેરાત કરાઈ છે.

સવારે 5 વાગ્યાથી રાતના 11 વાગ્યા સુધી કલમ 144 લાગુ કરવામાં આવી છે. એટલે કે દિવસ દરમિયાન એક જગ્યાએ પાંચ અથવા તેથી વધારે લોકો ભેગા થઈ શકશે નહીં. નવા પ્રતિબંધોમાં સ્કૂલ-કોલેજો આજથી 15 ફેબ્રુઆરી સુધી બંધ કરી દેવામાં આવી છે. જોકે સ્કૂલની ઓફિસો ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવી છે. કામ વગર ઘરની બહાર નીકળવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.