
એસ.સી.ઓની બેઠકમાં 15 પ્રસ્તાવોને અંતિમ સ્વરૂપ અપાઈ શકે તેવી શક્યતા
શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશનના સભ્ય દેશોના વિદેશમંત્રીઓ જુલાઈમાં જૂથની સમિટમાં ચર્ચા માટેના 15 નિર્ણયો તેમજ દરખા સ્તોના સેટને અંતિમ સ્વરૂપ આપશે.આ પ્રસ્તાવોનો ઉદ્દેશ એસ.સી.ઓ સભ્ય દેશો વચ્ચે વેપાર,ટેકનોલોજી,વાણિજ્ય,સુરક્ષા અને સામા જિક- સાંસ્કૃતિક સંબંધોના ક્ષેત્રોમાં સહકારને વિસ્તારવાનો છે.જેમાં ચીનના વિદેશમંત્રી કિન ગેંગ,રશિયાના સર્ગેઈ લાવરોવ,પાકિસ્તા નના બિલાવલ ભુટ્ટો ઝરદારી અને ઉઝબેકિસ્તાનના બખ્તિયોર સૈદોવ સહિતના લોકો સામેલ છે જેઓ આ બેઠકમાં ભાગ લેવા માટે ગોવા પહોં ચી ચૂક્યા છે.ત્યારે આજની બેઠકમાં એસ.સી.ઓ સંવાદ ભાગીદારો તરીકે કુવૈત,સંયુક્ત આરબ અમીરાત,મ્યાનમાર અને માલદીવનો સમાવેશ કરવાના કરારોને અંતિમ સ્વરૂપ આપવાની અપેક્ષા જોવા મળી રહી છે.જ્યારે ઈરાન અને બેલારૂસને જૂથના સંપૂર્ણ સભ્યો તરીકે સ્વીકારવાની પ્રક્રિયા તેના અંતિમ તબક્કામાં પ્રવેશી રહી છે.જેમાં વિદેશ મંત્રીઓ યુક્રેન સંકટ અને અફઘાનિસ્તાનની સ્થિતિ સહિતના વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરે તેવી અપેક્ષા છે.ત્યારે આ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારી પણ ગોવા પહોંચ્યા હતા.