સૌરભ ભારદ્વાજે કેજરીવાલની તુલના ‘શ્રી રામ’ સાથે કરી, કહ્યું- સત્યયુગ પછી પહેલીવાર આવું બન્યું
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા બાદ જેલમાંથી બહાર આવ્યા છે. જો કે, જેલમાંથી બહાર આવતાની સાથે જ કેજરીવાલે રાજીનામું આપવાની જાહેરાત કરી દીધી છે. હવે AAP નેતા અને દિલ્હી સરકારના મંત્રી સૌરભ ભારદ્વાજે સોમવારે આ સમગ્ર મામલાને લઈને પ્રેસ કોન્ફરન્સ કરી છે. પોતાના સંબોધનમાં સૌરભ ભારદ્વાજે અરવિંદ કેજરીવાલની તુલના ભગવાન શ્રી રામ સાથે કરી છે. તેમણે કહ્યું કે ગઈ કાલે દિલ્હીમાં જે કંઈ થયું તેની ચર્ચા આખી દુનિયામાં થઈ રહી છે.
સૌરભ ભારદ્વાજાએ શું કહ્યું?
સૌરભ ભારદ્વાજે કહ્યું કે દિલ્હીના દરેક ખૂણામાં આવું થઈ રહ્યું છે. એક સીએમ રાજીનામું આપીને કહે છે કે દિલ્હીની જનતા મારી ઈમાનદારીને મત આપે. આજ સુધી આવું બન્યું નથી. તે પણ ત્યારે જ્યારે કેન્દ્ર સરકારે તમામ એજન્સીઓને તૈનાત કરી દીધી હતી.