કૉંગ્રેસના અધીર રંજને કહ્યું- વેક્સિન ગરીબો સુધી કઈ રીતે પહોંચશે? સરકાર પાસે નથી કોઈ પ્લાન.

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

લોકસભામાં કૉંગ્રેસ સંસદીય દળના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું છે કે કેન્દ્ર સરકારની પાસે કોવિડ-19 મહામારીની વિરુદ્ધ રસીકરણ અભિયાન ચલાવવા માટેનો કોઈ ચોક્કસ રોડમેપ નથી. તેમણે કહ્યું કે, કરોડો ગરીબ વસ્તી સુધી કોરોના વેક્સિન કેવી રીતે પહોંચશે. આની કોઈ રૂપરેખા કેન્દ્રની પાસે નથી. અધીર રંજને વડાપ્રધાન તરફથી બોલાવવામાં આવેલી સર્વદળીય બેઠકમાં ભાગ લીધા બાદ આ કહ્યું. કૉંગ્રેસ સાંસદે કહ્યું કે, આખરે ગરીબોને વેક્સિન મફતમાં લગાવવામાં આવશે કે પછી સબસિડી પર તેનો જવાબ મળવો જોઇએ.

તેમણે કહ્યું કે, “સામાન્ય લોકો માટે વેક્સિનેશનનો કોઈ રૉડમેપ નથી. આ કેન્દ્ર સરકારે કહ્યું કે લોકોને રસી લગાવવાની જરૂરી હશે, તેમને લગાવવામાં આવશે, પરંતુ આનો નિર્ણય કોણ કરશે? ગરીબોને વેક્સિન કેવી રીતે આપવામાં આવશે? આના પર સર્વદળીય બેઠકમાં કોઈ યોજના પર ચર્ચા નથી થઈ.” ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ આજની સર્વદળીય બેઠકમાં કહ્યું કે, વૈજ્ઞાનિકોની લીલી ઝંડી મળતા જ દેશમાં રસીકરણ અભિયાન શરૂ કરી દેવામાં આવશે.

તેમણે કહ્યું કે, “માનવામાં આવી રહ્યું છે કે આગામી કેટલાક અઠવાડિયામાં કોરોનાની વેક્સિન તૈયાર થઈ જશે. જેવી વૈજ્ઞાનિકોની લીલી ઝંડી મળશે ભારતમાં રસીકરણ અભિયાન શરૂ કરી દેવામાં આવશે. લગભગ 8 એવી સંભવિત વેક્સિન છે જે ટ્રાયલના અલગ-અલગ તબક્કામાં છે અને જેનું ઉત્પાદન ભારતમાં જ થવાનું છે. ભારતની પોતાની ત્રણ વેક્સિનનો ટ્રાયલ અલગ-અલગ તબક્કામાં છે. નિષ્ણાતો માની રહ્યા છે કે વેક્સિનનો વધારે ઇંતઝાર નહીં કરવો પડે.

પીએમે કહ્યું કે, “આમતો ઘણા દેશો વેક્સિન તૈયાર કરવાની દિશામાં છે, પરંતુ દુનિયાની નજર ભારત પર જ છે.” તેમણે કહ્યું કે, “અત્યારે આપણે અન્ય દેશોની વેક્સિનના નામ બજારમાં સાંભળી રહ્યા છીએ, પરંતુ દુનિયાની નજર ઓછી કિંમતવાળી, સૌથી સુરક્ષિત વેક્સિન પર છે અને આ માટે દુનિયાની નજર ભારત પર પણ છે.” તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકાર વેક્સિનની કિંમતને લઈને રાજ્ય સરકારોની સાથે વાત કરી રહી છે. વેક્સિનની કિંમતને લઈને નિર્ણય જન સ્વાસ્થ્યને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા કરવામાં આવશે. રાજ્ય સરકારોની આમાં સંપૂર્ણ સહભાગિતા હશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.