રશિયામાં કોરોનાના એક દિવસમાં 34 હજાર કેસ નોંધાયા

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

રશિયામાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના અત્યારસુધીના સૌથી વધુ દૈનિક કેસો નોંધાયા છે. ત્યારે રશિયાની નેશનલ કોરોના વાઇરસ ટાસ્કફોર્સ દ્વારા જારી કરવામાં આવેલા આંકડાઓ મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના 34,303 કેસ નોંધાયા છે. આ સિવાય બ્રિટનમાં સતત ચોથા દિવસે 40 હજારથી વધુ કોરોના કેસો નોંધાયા છે. બીજીતરફ રશિયામાં અત્યારે 4.3 કરોડ એટલે કે રશિયાની કુલ વસતિના 29 ટકા લોકોનું સંપૂર્ણ વેક્સિનેશન થઇ ચૂક્યું છે. જ્યારે બાકીના લોકોનું સંપૂર્ણ વેક્સિનેશન થાય તે માટે સરકાર તરફથી બોનસ સહિતના વિવિધ લાભો અપાઇ રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.