પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ફરી વધારો, જાણો તમારા શહેરમાં આજનો ભાવ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

નવી દિલ્હી: 48 દિવસની સ્થિરતા બાદ આ અઠવાડિયે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. એનો મતલબ એવો છે કે સરકારી ઓઇલ કંપનીઓએ ફરીથી ભાવ વધારાની શરૂઆત કરી દીધી છે. પેટ્રોલના ભાવમાં સતત વધારો થતા દેશની આર્થિક રાજધાની નવી દિલ્હીમાં શનિવારે સવારે પેટ્રોલની કિંમત 82 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લીટર 72 રૂપિયા થઈ છે. ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે. જેની સીધી અસર ઘરેલૂ બજાર પર થઈ રહી છે.

વધતા ભાવ અંગે નિષ્ણાતોનું શું કહેવું છે?

નિષ્ણાતોનું માનીએ તો ક્રૂડમાં શૉર્ટ ટર્મમાં તેજી ચાલુ રહેશે, ક્રૂડ ઝડપથી 50 ડૉલર પ્રતિ બેરલના સ્તર પર આવી શકે છે. કોરોના વેક્સીન અંગે જે રીતે સારા સમાચાર આવી રહ્યા છે તેને લઈને ક્રૂડ માર્કેટને ટેકો મળી રહ્યો છે. નિષ્ણાતોના મતે ઓપેક દ્વારા ઉત્પાદનમાં ઘટાડો અને કોરોના રસી અંગે સારા સમાચારને લઈને ક્રૂડ ઓઇલને ટેકો મળી રહ્યો છે.

28 નવેમ્બરના રોજ દેશના મુખ્ય શહેરોમાં પેટ્રોલ-ડીઝલનો ભાવ:

દિલ્હી: પેટ્રોલ 82.13 રૂપિયા, ડીઝલ 72.13 રૂપિયા પ્રતિ લીટર.
મુંબઈ: પેટ્રોલ 88.81 રૂપિયા અને ડીઝલ 78.66 રૂપિયા પ્રતિ લીટર.કોલકાતા: પેટ્રોલ 83.67 રૂપિયા, ડીઝલ 75.70 રૂપિયા પ્રતિ લીટર.
ચેન્નાઇ: પેટ્રોલ 85.12 રૂપિયા, ડીઝલ 77.56 રૂપિયા પ્રતિ લીટર.
નોઇડા: પેટ્રોલ 82.46 રૂપિયા, ડીઝલ 72.54 રૂપિયા પ્રતિ લીટર.
લખનઉ: પેટ્રોલ 82.38 રૂપિયા, ડીઝલ 72.46 રૂપિયા પ્રતિ લીટર.
પટના: પેટ્રોલ 84.73 રૂપિયા, ડીઝલ 77.55 રૂપિયા પ્રતિ લીટર.
ચંદીગઢ: પેટ્રોલ 79.08 રૂપિયા, ડીઝલ 71.88 રૂપિયા પ્રતિ લીટર.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.