ગુજરાતમાં નવા રાજકિય પક્ષનો ઉદય, સુરતમાં AAPની જીત બાદ કેજરીવાલનું ટ્વિટ – નવી રાજનીતિની શરુઆત

ગુજરાત
ગુજરાત 74

બે દિવસ પહેલા યોજાયેલી રાજ્યની 6 મહાનગરપાલિકાની ચૂંટણીઓનું પરિણામ આજે આવી રહ્યું છે. આ પરિણામોમાં તમામ 6 મનપા પર ભાજપનો વિજય થતો દેખાય છે. થોડા સમયમાં જ ફાઇનલ પરિણામ આવશે અને તે ભાજપ તરફી જ હશે તેમાં કોઇ શંકા નથી. મનપાની આ ચૂંટણીમાં ઘણી એવી બાબતો જોવા મળી છે જેની અસર ગુજરાતની રાજકિય સમીકરણો પર જોવા મળશે.

ગુજરાતના રાજકિય ઇતિહાસની વાત કરીએ તો અત્યાર સુધી ક્યારેય પણ રાજ્યમાં કોઇ ત્રીજા પક્ષને સફળતા મળી નથી. ત્યારે આ મનપાની ચૂંટણીઓએ આ વાતને ખોટી સાબિત કરી છે. મનપાની ચૂંટણીના માધ્યમથી રાજ્યમાં આમ આદમી પાર્ટીની સત્તાવાર એન્ટ્રી થઇ છે. આપની આ એન્ટ્રી સુરતમાંથી થઇ છે. સુરતની અંદર આમ આદમી પાર્ટીએ 27 બેઠકો પર વિજય મેળવ્યો છે.

સૌથી મહત્વની વાત એ છે કે સુરત મનપાની આ ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીનું ખાતું પણ ખુલ્યું નથી. એટલે કે સુરતમાં ભાજપ બાદ આમ આદમી પાર્ટી બીજા નંબરની પાર્ટી બની છે. આ ઘટના ગુજરાતના રાજકિય સમીકરણો બદલવાની શરુઆત ગણી શકાય.

સુરતમાં આમ આદમી પાર્ટીને મળેલી જીત બાદ પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે AAPની આ જીતને વધાવી હતી. કેજરીવાલે આ માટે એક ટ્વિટ કર્યુ અને તેમાં લખ્યું કે ‘નવી રાજનીતિની શરુઆત કરવા માટે ગુજરાતના લોકોને દિલથી શુભેચ્છા.’

આ સાથે જ આમ આદમી પાર્ટી દ્વારા સુરત મનપાની ચૂંટણીમાં મળેલી જીત બદલ સુરતવાસીઓનો આભાર માનતા પોસ્ટરો ઠેર ઠેર લગાવવાનું શરુ કરી દીધું છે. સુરતમાં પાટીદારોના ગઢ ગણાતા વોર્ડમાં આમ આદમી પાર્ટીએ ભવ્ય સફળતા મેળવી છે. જેના સાથે જ રાજ્યમાં નવા રાજકિય પક્ષનો ઉદય થયો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.