યોગી સરકારના કેબિનેટ મંત્રી સ્વામી પ્રસાદ મૌર્યનું રાજીનામું

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

ઉત્તર પ્રદેશના રાજકારણમાં મોટી ઉથલપાથલના સમાચાર છે. અહીં યોગી આદિત્યનાથ સરકારમાં કેબિનેટ મંત્રી સ્વામી પ્રસાદ મૌર્યએ પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમની પાસે ચાર વિભાગોની જવાબદારી હતી. મૌર્ય કેબિનેટમાં શ્રમ અને રોજગાર અને સંકલન મંત્રી હતા. તેઓ આજે જ રાજ્યપાલને મળવા જઈ રહ્યા છે. અખિલેશ યાદવે મોર્યના રાજીનામાં બાદ મોર્ય સાથેની એક તસવીર શેર કરી છે તેનાથી સ્પષ્ટ થયું છે કે મોર્ય હવે સપામાં જોડાયા છે.

તેમના પત્રમાં તેમણે દલિતો, પછાત ખેડૂતો, બેરોજગાર યુવાનો અને નાના અને મધ્યમ કક્ષાના વેપારીઓ પ્રત્યેના ઘોર ઉપેક્ષિત વલણને કારણે રાજીનામું આપવાનું કારણ આપ્યું છે. મૌર્ય અગાઉ બસપા પાર્ટીમાં હતા અને આ વખતે તેઓ સપામાં જોડાય તેવા સંકેતો છે. તેમના સાથે કેટલાક સમર્થકો પણ પાર્ટી છોડે તેવા સંકેતો છે. ટિકિટની વહેંચણીને લઈને પણ ભાજપ સાથે મોર્યનો વિવાદ ચાલી રહ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.