
ગણતંત્ર દિવસે પોલીસ કર્મચારીઓને પોલીસ મેડલથી સન્માનિત કરવામાં આવશે
ગણતંત્ર દિન નિમિત્તે 901 જેટલા પોલીસ કર્મચારીઓને પોલીસ મેડલ એનાયત કરવામાં આવ્યા છે.જેમા વીરતા માટે પોલીસ મેડલથી 140 જ્યારે 93ને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિનો પોલીસ મેડલ તેમજ મેરીટોરિયસ સર્વિસ માટે પોલીસ મેડલ એનાયત કરવામાં આવ્યો છે.આ સિવાય 140 જેટલા વીરતા પુરસ્કારોમાંથી મોટાભાગના વામપંથી ઉગ્રવાદ પ્રભાવિત વિસ્તારોના 80 જવાનો અને જમ્મુ-કાશ્મીરના 45 જવાનોને તેમની વીરતાપૂર્ણ કાર્યવાહી બદલ સન્માનિત કરવામાં આવી રહ્યા છે.જેમા વીરતા પુરસ્કાર મેળવનારા જવાનોમાં સીઆરપીએફના 48 જવાન,મહારાષ્ટ્રના 31 જવાન,જમ્મુ-કાશ્મીર પોલીસના 25 જવાન,ઝારખંડના 9,દિલ્હી,છત્તીસગઢ અને બીએસએફના 7-7 જવાનો અને બાકીના અન્ય રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશો અને સીએપીએફના જવાનો છે.ત્યારે પ્રજાસત્તાક દિન નિમિત્તે 47 જેટલા જવાનોને ફાયર સર્વિસ મેડલ એનાયત કરવામાં આવ્યા છે.જેમાંથી વીરતા માટે ફાયર સર્વિસ મેડલ 2 જવાનોને તેમની વીરતા બદલ મેડલ એનાયત કરવામાં આવ્યો છે.જેમા વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિનો ફાયર સર્વિસ મેડલ 7 કર્મચારીઓને એનાયત કરવામાં આવ્યો છે અને 38 જેટલા કર્મચારીઓને તેમની સેવાઓના વિશિષ્ટ અને પ્રશંસનીય રેકોર્ડ માટે પ્રશંસનીય સેવા માટે ફાયર સર્વિસ મેડલ એનાયત કરવામાં આવે છે.