
પ્રજાસત્તાક દિવસની પરેડમાં સ્વદેશી શસ્ત્રો રાખવામા આવશે
વર્ષ 2023ની પ્રજાસત્તાક દિવસની પરેડમાં મેડ ઈન ઈન્ડિયા એટલે કે સ્વદેશી શસ્ત્રો પ્રદર્શિત કરવામાં આવશે.જેમાં દારૂગોળો પણ સ્વદેશી રહેશે.જેમાં ભારતમાં બનેલી 105 એમ.એમની ઈન્ડિયન ફીલ્ડ ગનમાંથી 21 તોપોની સલામી આપવામાં આવશે.જેમાં નવા ભરતી થયેલા અગ્નિવીર પણ પરેડનો ભાગ બનશે.જેમાં બી.એસ.એફની કેમલ કન્ટિન્જેન્ટના ભાગરૂપે મહિલા સૈનિકો ભાગ લેશે અને નૌકાદળની ટુકડીના 144 સૈનિકોની લીડર પણ મહિલાઓ જ હશે.આમ આ પરેડમાં કે 9 વજ્ર હોવિટ્ઝર્સ,એમ.બી.ટી અર્જુન,નાગ એન્ટી-ટેન્ક ગાઇડેડ મિસાઈલ,બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ,આકાશ એર ડિફેન્સ મિસાઈલ અને ક્વિક રિએક્શન ફાઈટિંગ વ્હીકલ સામેલ હશે.ત્યારે દેશમાં બનેલી લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર પ્રચંડ પણ એરફોર્સના ફ્લાઇપાસ્ટનો એક ભાગ રહેશે.એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર ધ્રુવ અને એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર રૂદ્ર પણ ડિસ્પ્લેનો ભાગ હશે.એક લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર પ્રચંડ રચનાનું નેતૃત્વ કરશે,જ્યારે બે અપાચે હેલિકોપ્ટર અને બે એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર એમ.કે 5 એરક્રાફ્ટ તીર રચનાના ફોર્મેનશનમાં રહેશે.