
દેશના દિલ્હી- એન.સી.આર સહિતના વિસ્તારોમાં વરસાદ અને પવનના કારણે ગરમીથી રાહત જોવા મળી
ઝડપી પવન અને વરસાદના કારણે દેશના દિલ્હી-એનસીઆરના લોકોને ગરમીથી રાહત મળી છે.જેમાં મોડી રાતે પડેલા વરસાદથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આમ આ પહેલા હવામાન વિભાગે વરસાદ અને વાવાઝોડાની આગાહી વ્યક્ત કરી હતી.આમ મેદાની રાજ્યોમાં આ વરસાદ ગરમીમાં રાહત બનીને આવ્યો છે જ્યારે બીજીતરફ ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને કરા પડવાના કારણે એલર્ટે અપાતાં ત્યાંના નાગરિકોને ચિંતામાં નાખી દીધા છે.જ્યારે પહાડી વિસ્તારોમાં ભારે વરસાદ અને વાવાઝોડાથી ભૂસ્ખલન થવાની પ્રબળ સંભાવના જોવા મ અલી રહી છે.હરિયાણામાં 25મી મેએ વરસાદના કારણે તાપમાનમાં ઘટાડો થયો છે.આ સિવાય હિમાચલ પ્રદેશના અલગ-અલગ જિલ્લામાં હિમવર્ષા જોવા મળી હતી.જ્યારે કેટલાક સ્થળોએ વરસાદ,વીજળી અને ઝડપી પવન ફૂંકાવાનું અનુમાન વ્યક્ત કરતા એલર્ટ જારી કરવામાં આવ્યુ હતુ.