મહારાષ્ટ્ર-દિલ્હીમાં રેકોર્ડ બ્રેક દૈનિક કોરોના કેસ, 5 રાજ્યોમાં 71 % એક્ટિવ કેસ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

દેશભરમાં કોરોનાના કેસમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. તાજેતરના આંકડા પ્રમાણે રવિવારે દેશમાં કોરોનાના 1.52 લાખ કરતા પણ વધારે કેસ સામે આવ્યા હતા અને 24 કલાકમાં 839 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. દેશમાં કોરોનાના 71 % એક્ટિવ કેસ માત્ર 5 રાજ્યો મહારાષ્ટ્ર, છત્તીસગઢ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ અને કેરળમાંથી નોંધાયા છે. માત્ર મહારાષ્ટ્રમાં જ કોરોનાના સૌથી વધારે 48.57 % એક્ટિવ કેસ છે.

મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ ખૂબ જ ગંભીર બની રહી છે. છેલ્લા 24 કલાકમાં સંક્રમણના 63,294 નવા કેસ નોંધાયા છે. સામે રાહતની વાત એ છે કે, 34,008 દર્દીઓને ડિસ્ચાર્જ કરીને ઘરે મોકલી દેવામાં આવ્યા છે. રાજ્યમાં રિકવરી રેટ 81.65 % થઈ ગયો છે. રાજધાની મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં 9,989 નવા કેસ સામે આવ્યા છે અને 58 લોકોના મોત થયા છે. પુણેમાં 12,377 નવા કેસ સામે આવ્યા છે અને 87 દર્દીના મોત થયા છે.

છત્તીસગઢ

છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 10,521 પોઝિટિવ કેસ સામે આવ્યા હતા અને રવિવારે 82 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો હતો.

ઉત્તર પ્રદેશ

ઉત્તર પ્રદેશમાં એક જ દિવસમાં 2,03,780 સેમ્પલની તપાસ થઈ હતી. અત્યાર સુધીમાં કુલ 3,67,61,069 સેમ્પલની તપાસ થઈ ચુકી છે. પ્રદેશમાં કોરોનાના કુલ 71,241 એક્ટિવ કેસ છે. જ્યારે 6,11,622 લોકો ડિસ્ચાર્જ થઈ ચુક્યા છે.

કેરળ

કેરળમાં કોરોનાના નવા કેસની સંખ્યા સતત વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 6,986 નવા કેસ સામે આવ્યા હતા. ઉપરાંત સંક્રમણના કારણે 16 લોકોના મોત થયા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.