
આર.બી.આઈ પાયલોટ પ્રોજેક્ટ પર સેવા શરૂ કરશે
વર્તમાનમાં સિક્કાના વિતરણમાં સુધારો કરવા માટે આર.બી.આઈએ એક નવો પ્રોજેક્ટ હાથ ધરવાની વિચારણા શરૂ કરી છે.જેમાં ભારતીય રિઝર્વ બેંક કેટલીક મોટી બેંકોના સહયોગથી ક્યૂ.આર કોડ આધારિત સિક્કા માટે વેન્ડિંગ મશીન પર એક પાયલોટ પ્રોજેક્ટની વિચારણા ચાલી રહી છે.જે એક પ્રકારનું કેશલેસ સિક્કા વિતરણ મશીન માટેનું મશીન છે,જે યુનિફાઇડનો ઉપયોગ કરીને ગ્રાહકના બેંક ખાતામાંથી ડેબિટ કરી સિક્કાઓનું વિતરણ કરશે.ત્યારે આ અંગેની જાહેરાત આર.બી.આઈના ગવર્નર શક્તિકાંત દાસે નાણાકીય નીતિ નિવેદનમાં આગળ લેવાયેલા પગલાંની જાહેરાત કરતી વખતે જણાવ્યું હતું.જેમાં રોકડ રકમ ઉપાડવા એ.ટી.એમમાં પરંપરાગત હાજરીથી જે રીતે પ્રક્રિયા કરી પૈસા ઉપાડવામાં આવે છે તેની જગ્યા પર આ સિક્કા વેન્ડિંગ મશીનમાં થોડું અલગ જોવા મળશે.જે પાયલોટ પ્રોજેક્ટ તેની શરૂઆતમાં દેશના 12 શહેરોમાં 19 સ્થળોએ શરૂ કરવાની યોજના છે.આ વેન્ડિંગ મશીનો સરળતા અને સુલભતા વધારવા સાર્વજનિક સ્થળો પર જેમકે રેલ્વે સ્ટેશનો,શોપિંગ મોલ્સ,માર્કેટપ્લેસ પર સ્થાપિત કરવાનો હેતુ છે.આ અંગેની જાણકારી આર.બી.આઈ ગવર્નર દ્વારા આપી હતી.