રતન ટાટાની વડાપ્રધાન મોદીએ પીએમ કેર ફંડના ટ્રસ્ટી તરીકે નિયુક્તી કરી

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

ભારતના ઉદ્યોગપતિ રતન ટાટાને પીએમ મોદીએ પીએમ કેર ફંડના ટ્રસ્ટી તરીકે નિયુક્ત કર્યા છે.આ સાથે સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ કે.ટી થોમસ અને લોકસભાના પૂર્વ ડેપ્યુટી સ્પીકર કારિયા મુંડાને પણ પીએમ કેર ફંડના ટ્રસ્ટી બનાવાયા છે.આ સિવાય દેશના બીજા કેટલાક જાણીતા વ્યક્તિઓને એડવાઈઝર ગ્રુપમાં સ્થાન અપાયુ છે.જેમાં પૂર્વ સીએજી રાજીવ મહર્ષિ,ઈન્ફોસિસ ફાઉન્ડેશનના પૂર્વ ચેરમેન સુધા મૂર્તિ,પિરામલ ફાઉન્ડેશનના પૂર્વ સીઈઓ આનંદ શાહનો સમાવેશ થાય છે.આમ પીએમ મોદીની અધ્યક્ષતામાં પીએમ કેરના ટ્રસ્ટી બોર્ડની બેઠક યોજાઈ હતી.જેમાં ગૃહમંત્રી અમિત શાહ અને નાણામંત્રી નિર્મલા સિતારમન હાજર રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.