રાફેલ ફાઈટર જેટનું અંબાલા એરબેઝ સેફ લેંડિંગ : એરફોર્સ ચીફ હાજર

રાષ્ટ્રીય

રાફેલ ફાઈટર જેટ અંબાલા એરબેઝ પર પહોંચી ગયા છે. જે થોડીકવારમાં લેન્ડિગ કરશે. રાફેલને રિસીવ કરવા માટે એરફોર્સ ચીફ આરકેએસ ભદૌરિયા પણ હાજર છે. હાલ અહીંયા હવામાન ખરાબ છે, વાદળ છવાયેલા છે. સાથે જ સુરક્ષાની વાત કરવામાં આવે તો એરફોર્સ સ્ટેશનની નજીક કડક સુરક્ષા કરી દેવાઈ છે. ઠેર ઠેર પોલીસ તહેનાત છે. હેલિકોપ્ટર સતત એરફોર્સ સ્ટેશનની ઉપર ઉડાન ભરી રહ્યા છે. આ પહેલા INS કોલકાતાએ રાફેલની ટુકડીનો સંપર્ક સાધ્યો અને હેપ્પી લેન્ડિગ, હેપ્પી હંટિંગ કહ્યું.

એરફોર્સે પ્લાન-બી તૈયાર કર્યો છે. જો હવામાન વધુ ખરાબ થશે તો અંબાલાની જગ્યાએ જોધપુર એરફોર્સ સ્ટેશન પર વિમાનને ઉતારવાની ચર્ચા છે. જો કે, રાફેલ કોઈ પણ હવામાનમાં ઉડાન ભરવા માટે સક્ષમ છે, પરંતુ એરફોર્સ કોઈ પણ પ્રકારનું જોખમ ખેડવા માંગતી નથી.

ફ્રાન્સથી 7 હજાર કિમીનું અંતર કાપીને આજે પાંચ રાફેલ પહેલી વખત ભારતની જમીન પર આવશે. આપણી સરહદોના રખેવાળ અંબાલા એરબેઝ પર ઉતરશે. આ પાંચ ફાઈટર પ્લેનથી ભારતીય વાયુસેનના એ શક્તિ મળશે કે દુશ્મન નજર ઉઠાવવાનું પણ વિચારશે નહીં. અણુ બોમ્બ લઈ જવાની શક્તિ ધરાવતું આ વિમાન દુનિયામાં એક માત્ર એવું ફાઈટર એરક્રાફ્ટ છે, જે 55 હજાર ફુટની ઊંચાઈથી પણ દુશ્મનને નષ્ટ કરવાની શક્તિ ધરાવે છે. સૌથી મહત્વની વાત તો એ છે કે આ શક્તિ આપણા પાડોશી પાકિસ્તાન અને ચીન બન્ને પાસે નથી. જે કહેવા માટે તો પાડોશી છે.. પણ નિયત હંમેશા દુશ્મનો જેવી રાખે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.