
આઈસ્ક્રીમ સ્ટિક વડે તૈયાર કરાયેલી રંગોળીને સિંગાપોર બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું
સિંગાપોરમાં 26,000 આઈસ્ક્રીમ સ્ટિક વડે પ્રસિદ્ધ તમિલ વિદ્વાનો અને કવિઓની 6 મીટર લાંબી અને આટલી પહોળી રંગોળી બનાવવા માટે એક ભારતીય મહિલા અને તેની દીકરીનું નામ સિંગાપોર બુક ઓફ રેકોર્ડ્સમાં સામેલ કરવામાં આવ્યું છે.જેમાં સુધા રવિ અગાઉ 2016માં 3200 ચો.ફૂટ લાંબી રંગોળી બનાવી સિંગાપોર બુક ઓફ રેકોર્ડસમાં સ્થાન મેળવવામાં સફળ રહી હતી.જેમાં તેમણે પોતાની દીકરી રક્ષિતા સાથે મળીને લિટલ ઈન્ડિયા કેમ્પસમાં પોંગલના ઉપલક્ષ્યમાં આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં 26,000 આઈસ્ક્રિમ સ્ટિક વડે તૈયાર કરેલી રંગોળી પ્રદર્શિત કરી હતી.આ રંગોળી બનાવતા તેમને એક મહિનાથી વધુ સમય લાગ્યો હતો.આ રંગોળીમાં તમિલ ભાષાના પ્રસિદ્ધ કવિઓ અને વિદ્વાનોને દર્શાવાયા છે.જેમાં તિરૂવલ્લુવર,અવ્વૈયાર,ભરથિયા અને ભારતીદાસન સામેલ છે.જેમાં રંગોળી કળામાં માહેર સુધા રવિ સામાન્ય રીતે લોટ,ચોક અને ચોપસ્ટિક વડે રંગોળી તૈયાર કરે છે.