
ઇસ્લામ દેશ UAE માં ખુલશે પહેલું હિંદુ મંદિર, સામે આવી તારીખ અને તસ્વીરો; જુઓ.
2015માં પીએમ નરેન્દ્ર મોદીની યુએઈની મુલાકાત દરમિયાન સરકારે મંદિર બનાવવા માટે જમીન આપી હતી. ખાસ વાત એ છે કે રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ અલ નાહ્યાને આ જમીન ભેટમાં આપી હતી
સામાન્ય લોકો 18 ફેબ્રુઆરી 2024થી મુલાકાત લઈ શકશે
મંદિર પ્રશાસનનું કહેવું છે કે 18 ફેબ્રુઆરી, 2024થી મંદિરને સામાન્ય લોકો માટે ખોલવામાં આવશે. 14 ફેબ્રુઆરીથી 18 ફેબ્રુઆરી દરમિયાન યોજાનાર તમામ કાર્યક્રમોમાં, નોંધણી દ્વારા મર્યાદિત સંખ્યામાં લોકોને તક મળશે.
ઉદઘાટન સમયે મર્યાદિત ઉપલબ્ધતા
હવે તમારા મનમાં સવાલ ઉઠતો જ હશે કે મંદિરના ઉદ્ઘાટનમાં કોણ સામેલ થશે અને તેમાં સામેલ થવાની પ્રક્રિયા શું છે, મંદિર પ્રશાસનનું કહેવું છે કે ઓછી સંખ્યામાં લોકો સામેલ થશે અને તેના માટે રજિસ્ટ્રેશન કરાવવું પડશે.
27 એકરમાં ફેલાયેલું છે મંદિર પરિસર
જો મંદિરના પરિસરની વાત કરીએ તો તે લગભગ 27 એકરમાં ફેલાયેલું છે. મંદિરમાં ભારતીય આદર્શો અને સ્થાપત્યને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. UAEના અબુ મરીખામાં મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે.
UAEમાં પ્રથમ હિન્દુ મંદિર બનશે
ભારતની બહાર UAEમાં બહુ જલ્દી હિન્દુ મંદિર ખુલવા જઈ રહ્યું છે. મંદિરનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. BAPSના અધિકારીઓનું કહેવું છે કે 14 ફેબ્રુઆરી, 2024થી ભક્તો દર્શન કરી શકશે