દેશમાં ૨૪ કલાકમાં ૫૪ હજારથી વધુ કેસ : ૮૫૦થી વધુના મોત

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

ન્યુ દિલ્હી : અનલોક-૩ના પહેલા દિવસે એક ઓગસ્ટના રોજ સમગ્ર દેશમાં કોરોનાના ૫૪ હજાર કરતાં વધારે કેસો નોંધાયા છે. જાે કે અનલોક-૧ના છેલ્લાં દિવસે ૩૧ જુલાઇના, ૫૭ હજાર કરતાં વધારે કેસો કરતાં આ કેસોમાં ઘટાડો થયો છે. જે રાહત સમાન કહી શકાય. આજે રવિવારે સવારે છેલ્લાં ૨૪ કલાકના એટલે કે શનિવારના આંકડા જાહેર કરવામાં આવ્યાં ત્યારે અગાઉ કરતાં મુત્યુઆંકમાં વધારો નોંધાયો છે. કુલ ૮૫૩ના મોત થયા છે. અનલોક-૩માં ૫ ઓગસ્ટથી જીમ અને યોગા સસ્થાઓને ખોલવાની મંજૂરી મળી છે. તેથી શક્્ય છે કે કેસો વધી શકે. દરમ્યાનમાં એક દુઃખદ ઘટનામાં યુપીના મહિલામંત્રી કમલા રાનીનું કોરોનાથી નિધન થયું છે. કોરોનામાં કોઇ મંત્રીનું મોત તયું હોય તેવી આ પ્રથમ ઘટના કહી શકાય. દેશમાં અત્યાર સુધીમાં ૧,૯૮,૨૧,૮૩૧ સેમ્પલના કોરોના ટેસ્ટ થયા છે. જેમાં ગઈ કાલે વધુ ૪,૬૩,૧૭૨ ટેસ્ટ થયા હતા પુનામાં આવેલા ચકાન વિસ્તારમાં એક કંપનીના ૭૬ કર્મચારીઓ કોરોના પોઝિટીવ આવતાં હલચલ મચી ગઇ હતી. સૌથી વધુ પોઝિટિવ કેસ ધરાવતા દેશોમાં ભારત વિશ્વમા ૨જા ક્રમે પહોંચી ગયું છે. આ સાથે મહારાષ્ટ્રમાં શનિવારે ૯,૬૦૧ કેસો, આંધ્રમાં ૯,૨૭૬, કર્ણાટકમાં ૫,૧૭૨ કેસો નોંધાયા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.