રાજ્યસભાના સભ્યની દોડમાં અભિનેતા પ્રકાશ રાજ સામેલ થયા
ચૂંટણીપંચ દ્વારા રાજ્યસભા માટે તેલંગાણાની એક બેઠક પર પેટાચૂંટણી માટે સૂચના જારી કરતા આ સીટને પ્રાપ્ત કરવાની હોડ શરૂ થઈ ગઈ છે.જ્યાં આ સીટના ઉમેદવાર માટે ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીનુ નામ ચર્ચામાં છે,જ્યારે બીજીતરફ કલાકાર પ્રકાશ રાજ પણ ઉમેદવારીની દોડમાં સામેલ થઈ ચૂક્યા છે.આ માટે તેમના તેલંગાણાના મુખ્યમંત્રીની સાથે સતત બેઠકોનો દોર ચાલુ છે.આમ વિધાનસભામાં પકડ આપતા તેલંગાણામાં રાજ્યસભાની સીટ પર ટીઆરએસનુ જીતવુ નક્કી છે.ફિલ્મ કલાકાર પ્રકાશ રાજનુ ટીઆરએસ અધ્યક્ષ અને મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવ સાથે બેઠકોનો દોર ચાલુ છે.તાજેતરમાં તેઓ મુખ્યમંત્રીને મળવા અરવલ્લી સ્થિત ફાર્મહાઉસ પહોંચ્યા હતા.જે બાદ તેમને ઉચ્ચ સદનમાં નામાંકિત કરવાને લઈને અટકળો તેજ થઈ ગઈ છે.આ અગાઉ પણ પ્રકાશ રાજ ફેબ્રુઆરીમાં કે.ચંદ્રશેખર રાવને મળ્યા હતા.તેલંગાણાથી રાજ્યસભા માટે 7 બેઠક છે જે તમામ બેઠક ટીઆરએસના કબ્જામાં છે.