
રાજસ્થાનમાં મુખ્યમંત્રી અશોક ગેહલોતે 19 નવા જિલ્લાઓની રચના કરી
રાજસ્થાનમાં વર્ષના અંતે યોજાનારી વિધાનસભા ચૂંટણી પૂર્વે મુખ્યમંત્રી અશોક ગેહલોતે પ્રથમવાર રાજયમાં એકસાથે 19 નવા જિલ્લાઓની રચના કરી છે.આમ આઝાદી સમયે રાજસ્થાનમાં 26 જિલ્લા હતા તે બાદ 33 થયા હતા.આમ તેઓએ જિલ્લા વિભાજન કરીને લોકોને માટે નવા જિલ્લામથકો અને નવી સુવિધા તેમના આંગણે આપવાની જાહેરાત કરી છે.ગેહલોતે તેના માટે રૂ.2000 કરોડનું બજેટ પણ ફાળવ્યું છે.