પૃથ્વી જેવા દેખાતા આ ગ્રહ પર રાત્રે થાય છે આગનો વરસાદ

આંતરરાષ્ટ્રીય

નાસા ટૂંક સમયમાં પૃથ્વી જેવા જ બે એક્સોપ્લેનેટ (earth-like exoplanets)ની તસવીરો બહાર પાડશે. નાસાનું પ્રખ્યાત જેમ્સ વેબ ટેલિસ્કોપ આ તસવીરો લેશે. 55 કેનરી E (planet 55 cancri e)એક ખૂબ જ ગરમ એક્સોપ્લેનેટ છે. તે બુધ ગ્રહની તુલનામાં તેના કેન્દ્રિય તારાની નજીક પરિભ્રમણ કરે છે. નાસાના વૈજ્ઞાનિકોના મતે આ એક્સોપ્લેનેટ વહેતા મેગ્માથી ઢંકાયેલું છે. તેઓ એવું પણ માને છે કે, એક્સોપ્લેનેટ પર નબળા વાતાવરણના સંભવિત અસ્તિત્વનો અર્થ એ છે કે રાત્રે લાવાનો વરસાદ (Rain of lava at night )થતો હશે.

ગ્રહની માત્ર એક જ બાજુ તારા તરફ રહે છે

આ ગ્રહ તેના તારાની એટલી નજીક છે કે, તે માત્ર 18 કલાકમાં તેની ભ્રમણકક્ષા પૂર્ણ કરે છે. આ ગ્રહ ટાઇડલી લોક નામની રીતે તારાની પરિક્રમા કરે છે, જ્યાં ગ્રહની માત્ર એક જ બાજુ હંમેશા તારા તરફ રહે છે. પરંતુ વૈજ્ઞાનિકો માને છે કે, ગ્રહ કદાચ પોતાની મેળે જ ફરતો હશે, જેનો અર્થ છે કે તારાની નિકટતાથી ગરમી સમગ્ર એક્સોપ્લેનેટમાં ફેલાતી હશે. નિષ્ણાતો પણ આના આધારે એવું માની રહ્યા છે કે ગ્રહ પર નાઈટ્રોજન અથવા ઓક્સિજન હોઈ શકે છે.

બીજા એક્ઝોપ્લેનેટ પર કોઈપણ પ્રકારનું વાતાવરણ નથી

વૈજ્ઞાનિકો એલએચએસ 3844 બી નામના બીજા એક્ઝોપ્લેનેટનું અવલોકન કરવાની પણ યોજના બનાવી રહ્યા છે, જે અત્યંત ઠંડો છે. તે ખડકની જેમ નક્કર છે અને તેમાં કોઈપણ પ્રકારનું વાતાવરણ નથી. જેમ્સ વેબ ટેલિસ્કોપ તેની સપાટીની તસવીરો લઈ શકશે નહીં, પરંતુ વૈજ્ઞાનિકો અન્ય ડેટા બિંદુઓને માપવા માટે અન્ય સાધનોનો ઉપયોગ કરશે. બંને એક્સોપ્લેનેટથી મળનારી માહિતીથી પૃથ્વીના બનવા વિશે જાણી શકાશે.

શું છે જેમ્સ વેબ ટેલિસ્કોપ?

જેમ્સ વેબ ટેલિસ્કોપ એ આંતરરાષ્ટ્રીય અવકાશ કાર્યક્રમનો એક ભાગ છે જે આપણા સૌરમંડળની બહારના પદાર્થોને શોધશે. પ્રક્ષેપણ પછી વૈજ્ઞાનિકો તેના સાધનોની તપાસ કરી રહ્યા હતા. પરંતુ હવે તે તેના મિશન માટે તૈયાર છે. જેમ્સ વેબ ટેલિસ્કોપ નાસા, યુરોપિયન સ્પેસ એજન્સી અને કેનેડિયન સ્પેસ એજન્સી દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવ્યું છે. ટેલિસ્કોપની પ્રથમ તસવીરો 12 જુલાઈએ રિલીઝ થશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.