દિલ્હીમાં આગામી 24 કલાકમાં ફરી વરસાદની શકયતા, કાશ્મીરમાં હિમવર્ષા સાથેના તોફાનની ચેતવણી

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

દિલ્હીમાં આગામી 24 કલાકમાં ફરીથી વરસાદ થવાની શકયતા છે. આ સિવાય જમ્મુ-કાશ્મીરના ઘણા જિલ્લાઓમાં બરફના વરસાદની ચેતવણી આપવામાં આવી છે. થોડા દિવસોથી પડી રહેલા વરસાદ પછી મેદાની વિસ્તારોમાં વાદળો જોવા મળી રહ્યાં છે. તેના પગલે કેટલાક રાજ્યોમાં ઠંડી ઘટી છે. મધ્યપ્રદેશ, છત્તીસગઢ, બિહાર અને ઝારખંડમાં તાપમાન વધવાનું શરૂ થઈ ગયું છે. જોકે હવામાન નિષ્ણાંતોનું માનવું છે કે હજી ઠંડીનો વધુ એક ચમકારો આવશે.

બરફના વરસાદના પગલે હિમાચલ પ્રદેશ ઠંડીથી થીજી ગયું હતું. જોકે તમામ જિલ્લાઓમાં મોસમ સાફ થવાના પગલે લોકોને ઠંડીથી રાહત મળવાની શકયતા છે. જોકે મેદાની વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ રહેવાની શકયતા છે.
રાજસ્થાનના ઘણા વિસ્તારોમાં જોરદાર ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. માઉન્ટ આબુમાં ગુરુવારે સતત બીજા દિવસે પારો માઈનસમાં રહ્યો અને સવારે બરફ જામી ગયો. સમગ્ર દિવસ દરમિયાન ધુમ્મસ રહ્યું હતું. સિરોહીમાં મિનિમમ ટેમ્પરેચર 9 ડિગ્રી અને મેક્સિમમ 23 ડિગ્રી સેલ્સિયસ રેકોર્ડ નોંધાયું હતું. સમગ્ર જિલ્લામાં ઠંડા પવનો ચાલતા રહ્યાં. મોસમ વિભાગે આગામી 2 દિવસમાં કોલ્ડ ડેનું અનુમાન બહાર પાડ્યું છે.

મધ્યપ્રદેશના ભોપાલમાં ગાઢ ધુમ્મસ રહ્યું છે. ગુરુવારે ભોપાલમાં વિઝિબિલિટી 150 મીટર રહી. દિવસ અને રાતના તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો છે. દિવસનું તાપમાન 28.1 ડિગ્રી નોંધાયું છે. મૌસમ વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ શુક્રવાર અને શનિવારે વાદળ છવાયેલા રહેવાની અને ઝરમર વરસાદની શકયતા છે. આ દરમિયાન દિવસ અને રાતનું તાપમાન વધુ ઘટી શકે છે.

વરસાદ થવાથી ભેજ વધી ગયો છે. હવે દિવસે પણ ઠંડી વધવા લાગી છે. ગુરુવારે હિસારમાં તાપમાન શિમલાથી પણ ઓછું રહ્યું. શિમલામાં દિવસનું તાપમાન 15.6 ડિગ્રી, જ્યારે હિસારમાં 14 ડિગ્રી નોંધાયું. કરનલમાં દિવસનું તાપમાન 15.2 ડિગ્રી, જ્યારે રોહતકમાં 16.1 ડિગ્રી રહ્યું. આગામી ત્રણથી ચાર દિવસમાં રાતનું તાપમાન ત્રણથી ચાર ડિગ્રી સુધી ઘટી શકે છે. શુક્રવારે અને શનિવારે ઠંડી વધે તેવી શકયતા છે.

કાશ્મીર ઘાટીમાં છેલ્લા થોડા દિવસોથી સતત હિમવર્ષા થઈ રહી છે. આ દરમિયાન સેનાના જવાનો આમ લોકોને મદદ કરી રહ્યાં છે. કુપવાડના કરાલપુરમાં સેનાના જવાનોએ એક ગર્ભવતી મહિલાને તેના ઘરેથી 2 કિમી દૂર એમ્બ્યુલન્સ સુધી પહોંચાડી હતી. તેના માટે જવાનોએ ઘુટણ સુધીના બરફમાંથી પસાર થવું પડ્યું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.